ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના અકસ્માત મામલો બે ઇજા ગ્રસ્તને સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

On: September 5, 2022 2:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અમદાવાદ થી મુંબઈ પરત થઈ રહ્યા હતા ત્યારે ચારોટી નજીક સૂર્યા નદીના બ્રિજ ઉપર અકસ્માત સર્જાતા બેના મોત થયા જેમાં સાયરસ મિસ્ત્રી નો સમાવેશ થાય છે જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સમગ્ર ઘટના અંગે જાણકારી  મળતા ઉદવાડા અગિયારીના દસ્તુરજી સહિતના પારસી અગ્રણીઓ હોસ્પિટલ ઉપર પહોંચ્યા હતા 

ચારોટી પાસે થયેલા અકસ્માતમાં બે  ઇજાગ્રસ્તો માં ડૉ.દારાયસ દિનશા પંડોલ,ડૉ અનાહિતા દારાયાસ પંડોલ

નો સમાવેશ થાય છે જેમને સારવાર માટે વાપીની રેમ્બો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર માટે તબીબો સારવાર શરૂ કરી છે 

ઘટના ની જાણકારી મળતા જ હોસ્પિટલ આવી પહોંચેલા પારસી સમાજના ધર્મગુરુ દસ્તુરજી એ જણાવ્યું કે સાયરસના જવા થી સમાજને મોટી ખોટ પડી છે એટલુંજ નહિ તે મુંબઈ ગયા તે પહેલાં સવારે ઉદવાડા ઇરાનશાહ દર્શને પણ આવ્યા હતા અને બપોરે તેના મોતના સમાચાર જાણી ખૂબ આઘાત લાગ્યો છે .તેમના પત્ની માતા પુત્રને આઘાત સહન કરવાની ઇરાનશાહ શક્તિ આપે એવું દસ્તુરજી એ જણાવ્યું હતું 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!