Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ચૂંટણી નજીક આવતા મુદ્દો કોઈ પણ હોય રાજકીય રોટલા સેકવા પક્ષો તૈયાર

On: August 30, 2022 3:07 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
વર્ષો પહેલા એકજ સ્થળે થતી કિસાન રેલીમાં પેઠું રાજકારણ 

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી સ્વ ઉત્તમભાઈ અને સ્વ.ઈશ્વર ભાઈ દેસાઈ દ્વારા ભૂમિહિન ખેડૂતોને જમીન અપાવીને ખેતી કરતા કરવા ખેડ સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યું હતું અને તે સમયની સરકારે જમીનની સનદ ખેડૂતોને આપી હતી ત્યાર થી દર વર્ષે ખેડૂતોને મળેલી જમીન બાબતે અને ખેડ સત્યાગ્રહની યાદમાં દર વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ કિસાન રેલીનું આયોજન કરવામાં આવતું હતું પણ સ્વ.ઉત્તમ કાકાના સ્વર્ગવાસ બાદ કિસાન રેલીને પણ રાજકીય રંગ લાગ્યો છે 

ખેડૂતો અને ગરીબ આદિવાસીના હિતમાં કોઈ પડખે ઉભા રહેવા કોઈ આવ્યું નથી કપરડામાં ફૂડ પોઇઝનિંગમાં બાળકોના મોત થયા ચોમાસા દરમ્યાન પાનસ ખૂટલીમાં ઘરો તૂટી પડ્યા પણ એક રાજકારણી સુધ્ધાં ફરકયા નથી અને હવે ચૂંટણી નજીકમાં છે ત્યારે કોઈ પણ મુદ્દે આદિવાસીના નામે રાજકીય રોટલા સેકવા નીકળી પડે છે પણ લોકો હવે રાજકારણીઓને બખૂબી સમજતા થયા છે .

1 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ વખતની કિસાન રેલીને રાજકીય રંગ લાગ્યો છે ભાજપીઓ દ્વારા કિસાન રેલી રોહીનાં ખાતે આયોજિત કરવામાં આવનાર છે જેમાં નાણાં પ્રધાન કનું દેસાઈ ,જીતુભાઇ ચૌધરી સહિત અનેકને આમંત્રણ અપાયું છે તો કોંગ્રેસી અનેક અગ્રણીઓ પણ રોહીણા ખાતે હાજરી આપશે નું જાણવા મળ્યું છે 

કપરાડા તાલુકાને છોડીને હવે પારડીમાં મરીમાતા ખાતે સુખલાના વસંત બરજુલ ભાઈ પટેલ ની આગેવાનીમાં મારી માતા પાસે કિસાન સભાનું આયોજન કરવામાં આવશે જે અંગેના બેનરો લાગ્યા છે ત્યારે ખેડૂતોના હિત માટે જે રેલી દર વર્ષે આયોજિત થતી હતી તે રેલીમાં હવે રાજકીય રંગ લાગ્યો છે કોંગ્રેસ પ્રેરિત રેલીમાં કોંગ્રેસના દિગગજ નેતાઓ આવશે એવી ચર્ચાઓ ઉઠી રહી છે 

જોકે ખેડૂતો અને આદિવાસીના નામે સામી ચૂંટણીએ રોટલા સેકવા નીકળેલા રાજકારણીઓને હવે લોકો બહુ સ્પષ્ટ રીતે મનસૂબો ઓળખી ચુક્યા છે માઇક ઉપર મોટા મોટા વાયદા કરનારાઓને સામાન્ય પ્રજા જ્યારે ફોન કરે છે તો ફોન ઊંચકવાની તસ્દી લેતા નથી એટલુંજ નહિ ફોનની રિંગ પડ્યા બાદ પરત ફોન કરવા ની પણ પરવાહ કરતા નથી આવા સામાજિક કામ કરવા નીકળેલા નેતાઓને જનતા ઓળખી ચુકી છે અને ચોક્કસ પણે એવાને ઘરે બેસાડી ડિપોઝીટ પણ ગુલ કરવી દે તો નવાઈ નહિ 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!