શનિવારે સ્કૂલનો સમય 8 વાગ્યોનો સાચવવા સવારે 4 વાગ્યે થી ઘર થી નીકળે છે વિધાર્થીઓ
100 વિધાર્થીઓ માટે 33 સીટની બસ મુકવામાં આવતા ઘેટાં બકરાની જેમ વિધાર્થીઓને કરવી પડે છે મુસાફરી

કપરાડા મુખ્ય મથકે 5 થી વધુ શૈક્ષણિક સંસ્થા આવેલી છે જ્યાં વિવિધ ગામો માંથી આવતા વિધાર્થીઓ 50 કિમિ દૂર દૂર થી ખાનગી વાહનો કે બસો દ્વારા મુસાફરી કરીને આવે પરંતુ સમયસર એસ ટી મળતી નથી અને જો સમય સર મળતી પણ હોય તો એટલી હદે મુસાફરો ખીચો ખીચ ભરેલા હોય છે કે ચાલક બસ સ્ટેન્ડ ઉપર બસ ભરેલી હોવા થી ઉભી રાખતા નથી જેના કારણે વિધાર્થીઓને ના છૂટકે ખાનગી વાહનોમાં પૈસા ખર્ચીને આવવાની ફરજ પડે છે

સોમવાર થી શુક્રવાર શાળા નો સમય 10:30 નો જે પણ બસ સુથારપાડાથી આવે છે એ દરેક બસ 11 વાગ્યે પછી જ કપરાડા પોહચે છે એમાં પણ બસ અમુક સ્ટેશન પર જ ઉભી રહે છે કારણ કે બસ બધી ભરેલી જ હોઈ છે.જેના કારણે મોટા ભાગે વિધાર્થીઓ સમયસર સ્કૂલમાં પોહચી શકતા નથી
સાંજે જયારે વિદ્યાર્થીઓ શાળા માંથી છૂટે છે ત્યારે માત્ર 1બસ 33 શીટ ની કેપિસિટી વાળી એમાં 100+ વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે.બાકી રહેલ વિદ્યાર્થીઓ નાઈટ મા જતી બસ ની રાહ જોઈ છે એ વિદ્યાર્થી ઓ રાત્રે 8 વાગ્યે પછી જ ઘરે પોહચે છે.
શનિવાર ની વાત કરીએ તો 8 વાગ્યે થી શાળા નો સમય હોય જ્યાં સમય સર પહોંચવા માટે વિદ્યાર્થીઓ ને 4 વાગ્યે ઉઠી નાઈટ ની બસ મા ફરજિયાત જવું પડે છે એમાં પણ વિદ્યાર્થીઓ ના ઘર મુખ્ય રસ્તા થી ઘણા દૂર હોય છે અને વહેલી પરોઢિએ નાઈટ ની બસ પકડવા એકલું જવું પડે છે.
Add

શનિવારે 12 વાગ્યે શાળા છૂટે છે તો એના માટે કોઈ બસ ની સુવિધા નથી ધરમપુર થી બસ આવે એ 2 વાગ્યે આવે પણ એમાં તો ધરમપુર થી જ પેસેન્જર ફૂલ હોઈ છે એટલે વિદ્યાર્થીઓ ને જગ્યા મળતી નથી.2-3 બસ આવે બપોર ના સમય ગાળા મા પણ બધી બસ ફૂલ જ હોઈ છે જે બસ મા જગ્યા મળે એ બસ મા વિદ્યાર્થીઓ જાય છે. વિદ્યાર્થીઓ ને ઘરે પહોંચતા સાંજ પડી જાય છે. એટલે અમુક વિદ્યાર્થીઓ તો શનિવારે શાળા મા જતા જ નથી.

કોલેજ નો સમય 8 વાગ્યે નો છે પણ એ સમયે કપરાડા મા એક પણ બસ જતી નથી. વિદ્યાર્થીઓ કોલેજ જવા માટે 4 વાગ્યે ઉઠી ને નાઈટ ની બસ પકડવી પડે છે.
કોલેજ મા 12 વાગ્યે રજા આપવા મા આવે છે તે સમયે એક પણ બસ આવતી નથી બસ ધરમપુર ડેપો પર થી 2વાગ્યે પછી આવે છે.
- કપરાડા મા આવેલ શાળાઓ..
- અરુણોદય વિદ્યાલય ધોરણ 9થી 12 સામાન્ય પ્રવાહ
- વિજ્ઞાન પ્રવાહ ધોરણ 11,12
- એકલવ્ય વિદ્યાલય ધોરણ 9,10
- સરકારી આઈ. ટી. આઈ
- સરકારી વિનયન કોલેજ કપરાડા





