સાહિત્ય ક્ષેત્રે ઉમદા યોગદાન બદલ ટુકવાડાના અંકિત દેસાઈનું કેબિનેટ મિનિસ્ટરના હાથે થયું સન્માન

મૂળ ટુકવાડા અને હાલ વાપી રહેતા અંકિત અશોકભાઈ દેસાઈ ગુજરાતી લેખન અને પત્રકારત્વ ક્ષેત્રે અત્યંત જાણીતું અને લોકપ્રિય નામ છે. તાજેતરમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત લેખન ક્ષેત્રે તેમના યોગદાન બદલ અંકિત દેસાઈને સન્માનિત કરાયા હતા. ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય વિભાગના કેબિનેટ મિનિસ્ટર શ્રી પ્રદીપભાઈ પરમાર તેમજ ગુજરાતના DGP શ્રી અનિલ પ્રથમના હાથે તેમનું સન્માન થયેલ છે. સાથે જ અંકિત દેસાઈએ ગુજરાતના અગ્રિમ હરોળના બ્યુરોક્રેટ્સ, સામાજિક કાર્યકરો અને યુવાનો વચ્ચે ‘Igniting youth for new india’ વિષય પર વક્તવ્ય પણ આપ્યું હતું. લેખન ક્ષેત્રે અનાવિલ સમાજનું નામ રોશન કરવા બદલ અંકિત દેસાઈને ખૂબ ખૂબ અભિનંદન





