રાબડાના માં વિશ્વભરી તીર્થયાત્રા ધામે જન્માષ્ટમીના તહેવારમાં દર્શનાર્થીઓની ભીડ ઉંમટી

On: August 20, 2022 2:33 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
માં વિશ્વમભરી ધામ

વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ અલૌકિક અને દિવ્ય એવા માં વિશ્વભરી તીર્થયાત્રા ધામે જન્માષ્ટમીના તહેવારમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી લીલીછમ પ્રાકૃતિક સૌન્દર્યની વચ્ચે માત્ર ૯૦ દિવસમાં જ નિર્માણાધીન થયેલ આ ધામમાં વિશ્વવિધાતા – માં વિશ્વભરીના ચૈતન્ય સ્વરૂપના દર્શન કરીને અસંખ્ય ભક્તોએ ધન્યતાની અનુભૂતિ કરી હતી આજે જગતમાં બોલનારા બહુ છે પરંતુ કરીને બતાવનારા ભાગ્યે જ જોવા મળે છે માં વિશ્વભરીના સાક્ષાત દર્શન કરનાર શ્રી મહાપાત્રે બોલીને નહિ પરંતુ પોતે જાત મહેનતથી આચરણ કરીને આજે સ્વર્ગ સમાન ધામ બનાવ્યું છે . બ્રહ્મા – વિષ્ણુ – મહેશને ઉત્પન્ન કરનારી મહાશક્તિ માં વિશ્વભરીનું આ ધામ છે . આજના વર્તમાન સમયમાં જયારે ધર્મ અને ભક્તિના સાચા મર્મને ઓળખવા માટે કરોડો લોકો જીવનભર અથડાતા રહે છે ત્યારે માં વિશ્વભરી તીર્થયાત્રા ધામના સ્થાપક શ્રી મહાપાત્રએ અનેક સંઘર્ષનો સામનો કરી , અથાગ મહેનત કરી સત્ય , નિષ્ઠા , નિર્મળ ભક્તિ અને દિવ્ય આરાધના થકી શ્રદ્ધા અને ભક્તિનો એવો શ્રેષ્ઠ સંગમ રચીને લાખો શ્રદ્ધાળુઓને અંધશ્રદ્ધા છોડાવીને ઘર તરફ પાછા વાળીને તેમના ઘર મંદિર બનાવડાવ્યા છે જેથી આજે તે બધા આધિ – વ્યાધિ – ઉપાધિમાંથી મુક્ત થઈને માઁની વિચારધારા અનુસાર જીવન જીવતા થયા છે શ્રી મહાપાત્ર પરમ સાધનાની ઊંચાઈ ઉપર પહોંચ્યા હોવા છતા તે સૌને સરળતાથી મળે છે , સૌના દુઃખ દર્દને સાંભળે છે અને જીવનની માયાજાળમાં જે સાચો માર્ગ હોય તેનું માર્ગદર્શન આપે છે.તેમણે ક્યારેય પોતાની હસ્તિને મોટી કરી નથી બલ્કે હમેશાં ભક્તજનોના રાહબર બનીને માઁ વિશ્વભરીના આશીર્વાદનો પ્રસાદ સદા બધાની સાથે વહેંચ્યો છે .

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!