તાજીયા પર્વની ઉજવણીના ભાગ રૂપે બેઠકનું થયું આયોજન

તારીખ 9 ઓગસ્ટના રોજ આવી રહેલી તાજિયાના તહેવારની ઉજવણીના ભાગરૂપે વાપી ડુંગરા પોલીસ મથક ખાતે આજે ડુંગરા પોલીસ મથકના પીઆઈ વીડી મોરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાજીયા જુલુસ ને લઈ તેમ જ શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર તહેવાર ની ઉજવણી કરવામાં આવે તે અંગે ઉપસ્થિત રહેલા તમામ મુસ્લિમ બિરાદરો સાથે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી સાથે જ 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની પણ ઉજવણી થવા જઈ રહી છે

પોલીસ મથકે આવેલા મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે તાજિયા પર્વની ઉજવણીને લઈને પણ વિવિધ સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. આજે શાંતિ સમિતિની આ બેઠકમાં ડુંગરા ડુંગરી ફળિયા છીરી સહિતના અનેક વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી





