Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વાપી ટાઉનમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો

On: July 29, 2022 3:44 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
દુષ્કર્મનો આરોપી ઝડપાયો

વાપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ એક ચાલીમાં એક ઇસમે તેમની બાજુમાં રેહતી શ્રમિક પરિવારની સગીર બાળા સાથે બળાત્કાર જેવું જધન્ય કૃત્ય આચર્યું હોય, પરિવારે વાપી ટાઉનમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ટાઉન PI બી. જે. સરવૈયા અને તેમની ટીમે આરોપી સુનિલ ઉર્ફે ચીની રામ અવધ યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાપી વિસ્તારમાં આવેલી એક ચાલીમાં રહેતા સુનિલ ઉર્ફે ચીની રામ અવધ યાદવ નામના યુવકે 

તેમની પડોશ માં રહેતી 12 વર્ષીય સગીરા પર 15 દિવસમાં 2 વખત દુષ્કર્મ આચર્યુ હતું. ઘટના અંગે સગીરાએ તેની નાનીને જાણ કરી હતી. જે બાદ સગીરાની નાની અને માતાએ સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર યુવક વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તાત્કાલિક યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતા તેના ભાઈ બહેન અને માતા પિતા અને નાની સાથે રહેતી હતી. સગીરાના રૂમની બાજુના રૂમમાં આજમગઢનો યુવક થોડા દિવસ પહેલા રહેવા આવ્યો હતો. યુવક સગીરા સાથે વાતો કરી ફોસલાવવાનો પ્રયાસ કરતો હતો. 15 દિવસ પહેલા સગીરાના માતા પિતા નોકરીએ ગયા ત્યારે યુવકે સગીરાને તેની રૂમમાં જબરજસ્તી લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાને તેના પરિવારને ન કહેવા ધમકાવી હતી. જે બાદ 5 દિવસ પહેલા સગીરાનો ભાઈ યુવકના રૂમમાં રમવા ગયો હતો. જેને બોલાવવા ગયેલી સગીરા ઉપર યુવકે ફરી દુષ્કર્મ આચર્યુ હતું.

0સગીરા પર 2 વખત યુવકે દુષ્કર્મ આચરતા આખરે સગીરાએ સમગ્ર હકીકત તેની નાનીને કરી હતી. સગીરાની નાનીએ સગીરાના માતા પિતાને જાણ કરી હતી. સગીરાની માતાએ પડોશમાં રહેતા યુવક સામે ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી પોલીસ ઇન્સ્પેકટર બી. જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ ટીમ મોકલી હવસખોર સુનિલ ઉર્ફે ચીની રામ અવધ યાદવની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!