[ad_1]
ભુજ, ગુરૃવાર
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રારંભ ૧૧માં ખેલમહાકુંભ ૨૦૨૧-૨૨માં કચ્છ જિલ્લાના કુલ ૧.૪૫ લાખ ખેલાડીઓએ વિવિાધ ૩૦ રમતોમાં પોતાનું કૌવત બતાવવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જિલ્લા રમતગમત કચેરી અને સીનીયર કોચ પ્રશિક્ષણ કેન્દ્ર, ભુજ તેમજ કચ્છ જિલ્લા ખેલ મહાકુંભ સમિતિના સંયુકત સંકલનાથી ચાલી રહેલા ખેલમહાકુંભમાં ૫૯૪૮૫ મહિલા અને ૮૬૪૬૧ પુરૃષ ખેલાડીઓ રમતના મેદાનમાં પોતાનું પ્રદર્શન બતાવી રહયા છે.
સ્પાર્ધાના માધ્યમાથી રમતગમતનું વાતાવરણ ઉભું થાય, રમતના ખેલાડી રમત ક્ષેત્રમાં આગળ આવીને પોતાના ગામ, શહેર, તાલુકા, જિલ્લા અને ગુજરાતને ગૌરવ અપાવવાની દિશામાં પ્રગતિ કરે તેમજ સ્વાસૃથયને તંદુરસ્ત રાખવાના ઉમદા આશયાથી આરંભ ખેલમહાકુંભમાં હાલે ૨૭મી માર્ચ-૨૦૨૨ સુાધી સીધી જિલ્લાકક્ષાની સ્પાર્ધાઓ રમાશે.
શાળા અને ગ્રામ્યકક્ષાએ ૧૪મી માર્ચાથી ૧૮મી માર્ચ, તાલુકા કક્ષાએ ૧૯મીથી ૨૭મી માર્ચ દરમ્યાન ખેલમહાકુંભ રમાશે એમ પ્રાંત યુવા વિકાસ અિધકારી એન.પી.ગાગલે જણાવ્યું હતું.
ખેલમહાકુંભ ૨૦૨૧-૨૨ હેઠળ કચ્છ જિલ્લામાં કુલ ૧,૪૫,૯૪૬ મહિલા અને પુરૃષ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું છે જેમાં ચેસ, કુસ્તી, કબ્બડી, રસ્સાખેંચ, ખોખો, એથ્લેટીકસ, યોગાસન, વોલીબોલ, જુડો, કરાટે, ટેકવેન્ડો, ટેનિસ, બેડમિન્ટન, સ્વીમીંગ, લોન ટેનિસ જેવી વિવિાધ કુલ ૩૦ રમતો પૈકી ૨૨ રમતો જિલ્લા કક્ષાએ રમાશે એમ જિલ્લા રમતગમત અિધકારી આર.એમ.પરમારે જણાવ્યું છે.
તાલુકા કક્ષાના વિજેતા ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાની સ્પાર્ધામાં મે માસમાં ખેલમહાકુંભ યોજાશે. સંભવિત ૩જી મેાથી ૧૨મી મે ૨૦૨૨ સુાધી કુલ સાત રમતો યોજાશે જેમાં ચેસ, યોગાસન, વોલીબોલ, ખોખો, રસ્સાખેંચ, કબ્બડી, એથ્લેટીકસનો સમાવેશ થાય છે.
[ad_2]
Source link






