Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

પ્રદુષણ ઘટાડવા કોલસા-એમોનિયાના મિશ્રણથી પાવર પ્લાન્ટ ચલાવાશે

On: March 24, 2022 11:17 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

વાયુ પ્રદુષણને અંકુશમા ંલેવા માટે કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટને ૮૦ ટકા કોલસા અને ૨૦ ટકા એમોનિયાનો ઉપયોગ કરીન ેચલાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રીતે એકવાર પાવર પ્લાન્ટ ચાલુ કર્યા પછી એમોનિયાનો વપરાશ વધારતા જઈને આખરે કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટને સો ટકા એમોનિયાથી ચાલતા પાવર પ્લાન્ટમાં રૃપાંતરિત કરી દેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારના કોલસાથી ચાલતા આઠ જેટલા પાવર પ્લાન્ટમાં આજની તારીખે માંડ ૩૦થી ૩૫ ટકા વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. ગુજરાતની વીજળીની જરૃરિયાત સંતોષવા માટે ખાનગી ઉત્પાદકો પાસેથી હાજર ભાવથી ઊંચી કિંમત ચૂકવીને વીજળી ખરીદવાની ફરજ પડી રહી છે. આ આયોજનનો અમલ કરવામાં વાજબી ખર્ચ થતો હશે તો  ભારે પ્રદુષણ ફેલાવતા કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સને મિશ્ર ઇંધણથી ચાલતા પ્લાન્ટમાં રૃપાંતરિત કરીને તેને ભંગારમાં જતાં બચાવી શકાશે.

એમોનિયાનો ઉપયોગ કરવામાં આવતા હવામાં ભળતા કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં ઘટાડો થશે. બીજું, કોલસાની કેલરિફિક વેલ્યુ કે હિટ વેલ્યુ કિલોદીઠ ૪૦૦૦થી ૫૦૦૦ કેલરીની આસપાસની છે. તેની સામે એમોનિયા જેટલો વધુ પ્યોર તેટલી તેની કેલરીફિક કે હિટ (ગરમી જનરેટ કરવાની ક્ષમતા) વેલ્યુ આવે છે. સામાન્ય રીતે એમોનિયાની કેલરીફિક વેલ્યુ કિલોદીઠ ૬૦૦૦ની છે. જે કોલસા કરતાં સારી છે. તેનાથી નવી આશાનો સંચાર થયો છે. 

ટાટા પાવર અને અદાણી પાવરનો મુન્દ્રા ખાતે ૪૦૦૦ મેગાવોટનો પાવર પ્લાન્ટ છે. એસ્સારના પણ કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ છે. ખાનગી કંપનીઓ પણ કોલસા અને એમોનિયાના મિશ્રણથી અત્યારે કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટનું મિશ્ર ઇંધણથી ચાલતા પાવર પ્લાન્ટમાં રૃપાંતર કરવાનું આયોજન કરી શકે છે. 

 તેમાં કોલસાની સાથે ૨૦ ટકા જેટલો એમોનિયા ભેળવીને વીજળી પેદા કરવી શક્ય છે કે નહિ તેનો અભ્યાસ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વીજળી પેદા કરવા માટે આરંભમાં ૨૦ ટકા જેટલા પ્રવાહી એમોનિયાનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદ તેનું પ્રમાણ વધારવામાં આવશે. સમય જતાં કોલસા આધારિત આખા પ્લાન્ટને એમોનિયાથી વીજળી પેદા કરતાં પ્લાન્ટમાં રૃપાંતરિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

જાપાનમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રાયલના ધોરણે થોડી વીજળી પેદા કરવામાં આવી રહી છે. તેમાં આંશિક સફળતા મળી ચૂકી છે. આ સફળતાનો લાભ ગુજરાતને મળે તે માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હાઈડ્રોજન સંલગ્ન ટેક્નોલોજીને કેન્દ્રમાં રાખીને પણ આ પ્રકારનો અભ્યાસ કરવાનું આયોજન છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!