Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ગુજરાતીઓ સંભાળજો, આવતીકાલથી 4 દિવસ માટે હીટવેવની આગાહી

On: March 24, 2022 11:50 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– હવામાન વિભાગે ગરમી અને લૂની અસરથી બચવા માટે આછા રંગના હળવા કોટનના વસ્ત્રો પહેરવાની સલાહ આપી

અમદાવાદ, તા. 24 માર્ચ 2022, ગુરૂવાર

માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમીનો પારો ઉંચો રહ્યા બાદ થોડા દિવસ રાહત અનુભવાઈ હતી. જોકે શુક્રવારથી 4 દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગે લૂ લાગવાથી બચવા માટેના કેટલાક ઉપાયો પણ જાહેર કર્યા છે. 

આગાહી પ્રમાણે શુક્રવારના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના સરહદી વિસ્તારોમાં, ગીર-સોમનાથ અને કચ્છમાં તાપમાનનો પારો ઉંચો રહેશે. શનિવારના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ અને દીવમાં બપોરના સમયે બફારો અનુભવાશે. 

ત્યાર બાદ રવિવારે એટલે કે, 27 માર્ચના રોજ ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ગરમીનો પારો ઉંચો રહેશે. તે સિવાય અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, રાજકોટ, કચ્છ અને દીવમાં પણ હીટવેવની અસર જોવા મળશે. 

આગાહી પ્રમાણે સોમવારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, રાજકોટ, અમરેલી અને દીવમાં પણ ભારે ગરમીના કારણે હીટવેવ અનુભવાશે. 

આ સાથે જ હવામાન વિભાગે ગરમી અને લૂની અસરથી બચવા માટે આછા રંગના હળવા કોટનના વસ્ત્રો પહેરવાની સલાહ આપી છે. આ ઉપરાંત બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા માટે અને બહાર નીકળતી વખતે માથાને ઢાંકવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. 

નાના બાળકો અને ગંભીર બીમારીથી પીડાતા હોય તેવા ઉંમરલાયક લોકોને હીટવેવની વધુ અસર થઈ શકે છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!