ઝાલોદ: દારૂ પીને બસ ચલાવનારા ડ્રાઈવર અને કંડકટરને સસ્પેન્ડ કરાયા

On: March 22, 2022 8:17 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ગોધરા, તા. 22 માર્ચ 2022 મંગળવાર

ગોધરા વિભાગના ઝાલોદ ડેપો ખાતે ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા આર.એસ. રાઠોડને ડ્રાઈવર બેજ નં 2581ને તાત્કાલિક અસરથી ફરજ મોકુફ કરવામાં આવે છે. 

આ સસ્પેન્શન ગાળા દરમિયાન ડ્રાઈવર અને કંડક્ટરને હાલોલ ડેપો ખાતે ડેપો મેનેજર એસ. ટી. હાલોલ સમક્ષ હાજરી પુરાવવાની રહેશે અને મેનેજર એસ.ટી. હાલોલની પરવાનગી વિના હેડ ક્વાર્ટર છોડવાનુ રહેશે નહીં. 

ઉપરોક્ત કર્મચારીને સસ્પેન્શન ગાળા દરમિયાન સેવા નિયમ 83 (બી) મુજબ તેઓને મળતા માસિક પગારની 50 ટકા રકમ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે.

ગોધરા વિભાગના ઝાલોદ ડેપોની 19 માર્ચ 2022ના રોજની વાહન નં. જીજે 18 ઝેડ 3163 ઉપરની ઝાલોદ- દાહોદ- મોરબી- ટંકારા રૂટની ડ્રાઈવર તરીકેની ફરજ દરમિયાન ડ્રાઈવર તથા કંડક્ટર નશાયુક્ત હાલતમાં જણાતા બસના મુસાફરોએ તેમને માર માર્યો અને બસના મુસાફરોએ વાસણા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા તેઓ મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયા છે. 

જે બાબતે વાસણા પોલીસ સ્ટેશનના અધિકારીએ બસની ચકાસણી કરતા બસની ડ્રાઈવર કેબિનમાં આશરે 6 નંગ કેફી પીણાની બોટલ મળી આવી. જેથી પોલીસે બસ કબજે લીધી અને તે બાદ પણ પોલીસ સ્ટેશનમા હાજર ના થયા હોવાથી પોલીસે વાસણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગોધરા વિભાગે કર્મચારીને નિગમની પ્રતિષ્ઠાને ઝાંખપ પહોંચાડવાની અતિગંભીર પ્રકારની ગેરશિસ્ત, અનિયમિતતા આચરવા બદલ સંપૂર્ણ જવાબદાર ગણાવ્યા છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!