[ad_1]

જામનગર, તા.21 માર્ચ 2021,મંગળવાર
જામનગર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા તારીખ 21 થી 25 માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવશે. આથી લોકોએ પોતાના વાહનો નિયત સ્થળે જ પાર્ક કરવા, અન્યથા આવા વાહનો ડિટેઇન કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
જામનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા તારીખ 21 થી 25 માર્ચ આ પાંચ દિવસ દરમિયાન ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી છે. જેમાં શહેરમાં મુખ્ય માર્ગો ઉપર થતા દબાણો તથા નાગરિકો દ્વારા ગેરકાયદેસર થતા વાહન પાર્કિંગ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા વાહનો ડિટેઇન કરવામાં આવશે. આથી લોકોએ નિયત સ્થળે જ વાહન પાર્ક કરવા પોલીસ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
[ad_2]
Source link






