[ad_1]

– કેટલીક
બિલ્ડીંગ 50 વર્ષ જુની હોવાથી જર્જરિત, ઘટના બાદ ફફડાટ વધ્યો : હવે વિદ્યાર્થીઓને ગેલેરીમાં જ નહી જવા તાકીદ
સુરત :
નવી
સિવિલ કેમ્પસમાં આવેલી મેડિકલ વિદ્યાર્થીઓની હોસ્ટેલનો ગેલેરીનો ભાગ તૂટી પડતા
વિદ્યાર્થીઓમાં ભાગદોડ થઈ જવા પામી હતી. હોસ્ટેલની કેટલીક બિલ્ડીંગ 50 વર્ષ જુની હોવાથી
જર્જરિત થઇ ચુકી છે.
નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ગવર્મેન્ટ મેડિકલ
કોલેજના 1200થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં યુ જી બોઈઝ હોસ્ટેલ, એબીસીડી સહિતની કેટલીક હોસ્ટેલ બિલ્ડીંગ 50 વર્ષથી
વધુ સમય પહેલા બની હોવાથી જર્જરિત જેવી થઈ ગઈ છે. કેટલીક જગ્યાએ તો દિવાલ, છત સહિતના ભાગે તિરાડ પડી ગઇ છે
તો અમુક જગ્યાએ ગેલેરી કે છજજાનો અમુક ભાગ
તુટી ગયેલો જોવા મળે છે. અગાઉ પણ
અહીં ગેલેરીનો કે સ્લેબનો ભાગ તૂટી પડયો હતો. જેનાકારણે આ હોસ્ટેલ બિલ્ડિંગમાં
રહેતા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ભયભીત થઈ ગયા છે. અને ટેન્શનમાં રહેતા હોવાનું
જાણવા મળે છે. તેવા સમયે રવિવારે બોઈઝ હોસ્ટેલ ગેલેરીનો ભાગ અચાનક તૂટી પડયો હતો.
જોકે તે સમયે ત્યાં કોઈ વિદ્યાર્થી હાજર ન હતા. જેના લીધે કોઇને ઇજા જાનહાનિ થઈ ન
હતી.

મેડીકલ
કોલેજના ડીન ડો. ઋતુંભરા મહેતાએ કહ્યુ કે બિલ્ડીંગનો અમુક ભાગ ખરાબ થઇ ગયો હોવાથી
લોખંડની ગડરથી સ્ટેડનીંગ કરવામાં આવ્યુ હતુ. આ ઘટના બાદ વિદ્યાર્ર્થીઓને ગેલેરીમાં
કપડા સુકાવવા સહિતના કામ અર્થે જવાની ના પાડવામા ંઆવી છે. કોલેજમાં બેઠક કરીને જર્જરીત થઇ ગયેલા રૃમો કે
બિલ્ડીંગના ભાગને ખાલી કરવામાં આવશે. અને અન્ય હોસ્ટેલ કે રૃમમાં વ્યવસ્થા કરવામાં
આવશે. આ સાથે કેમ્પસમાં નવી હોસ્ટેલ બનાવવા માટે સરકાર દ્રારા કરોડોની ગ્રાન્ટ
ફાળવાઇ છે તેથી નવી હોસ્ટેલ બિલ્ડીંગ બનાવવા કવાયત શરૃ કરાઇ છે. આ બિલ્ડીંગ બનાવવા
માટે ટેન્ડરો ભરવાની અંતિમ તારીખ 29મી માર્ચ છે. ત્યારબાદ જે તે એજન્સીને કામ સોપવામાં આવશે.
[ad_2]
Source link






