[ad_1]

– વસો તાલુકાના પલાણામાં અનોખી પરંપરા
– અંગારા પર ચાલતા ગ્રામજનોને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા
નડિયાદ : ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા ગામે ફાગણ સુદ પૂનમે હોળીનો તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવે છે. હોળી દહન બાદ પડેલા ધગધખતાં અંગારા પર આસ્થાભેર યુવાધનનો ચાલે છે. અંગારા પર ચાલનારા યુવાનોના પગમાં દઝાતાં નથી. આ દ્રશ્યને નિહાળવા ગામ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં પ્રજાજનો ઉમટી પડયા હતા
હોળીના દિવસે ગ્રામ પંચાયત નજીક હોળી પ્રગટાવવામાં આવે છે. જ્યાં સમગ્ર ગ્રામજનો ભેગા થાય છે. બ્રાહ્મણ દ્વારા હોળીના પૂજન અને પ્રાગટય બાદ ગ્રામજનો દ્વારા હોળીપૂજન કરવામાં આવે છે. હોળીની ટોચ ઉપર ધજા રાખવામાં આવેલ હોય છે. જેના દ્વારા વરતારો કરવામાં આવે છે કે આ વર્ષનો વરસાદ કેવો રહેશે. હોળીના પૂજા-દર્શન બાદ બે કલાક પછી હોળી ઠંડી થાય ત્યારે યુવાનો હોળીના અંગારા પર ઉઘાળા પગે ચાલે છે.
આ હોળીના અંગારા પર આસ્થાભેર ચાલતા યુવાનોને કાંઇ જ થતું નથી. આ સમયે હજારથી પંદરસો જેટલું માનવ મહેરામણ એકઠું થાય છે. અને ગ્રામજનોના કહેવા મુજબ પાંચસોથી વધુ લોકો આ સળગતા અંગારા પર ઉઘાળા પગે ચાલે છે. આ દ્રશ્ય જોવા માટે નડિયાદ અને પલાણાની આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
[ad_2]
Source link






