મહેસાણા : 17,788 ધંધાર્થીઓએ 4.38 કરોડ વ્યવસાય વેરો ભરપાઈ કર્યો

On: March 18, 2022 4:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,
તા.17

મહેસાણા શહેરમાં જુદાજુદા વ્યવસાય સાથે સંકળાયેલાં
ધંધાર્થીઓએ ચાલુ સાલે નગરપાલિકામાં અધ..ધ..રૃ.૪.૩૮ કરોડ જેટલાં વ્યવસાયવેરાની
ભરપાઈ કરીને પાલિકાની તિજોરીને છલકાવી દીધી હતી. જો કે
, માર્ચના અંત
સુધીમાં વધુ રૃ.ર૦ લાખની આવક થવાની સાથે કુલ રૃ.૪.૬૦ કરોડને આંબી જવાની આશા ચીફ
ઓફિસરે વ્યક્ત કરી હતી.

મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક વ્યવસાય સાથે
વેપારીઓ સંકળાયેલાં છે. જેની નોંધણી નગરપાલિકાના ગુમાસ્તાધારા શાખામાં થઈ હોય છે.
જે પૈકીના આશરે ૧૭
,૭૮૮
નોંધાયેલાં એક્ટીવ કરદાતાઓએ અત્યારસુધીમાં કુલ રૃ.૪
,૩૭,૦૯,૭૮૧  જેટલી રકમ પ્રોફેસનલ ટેક્સ પેટે નગરપાલિકામાં
ભરપાઈ કરી હોવાનું ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું હતુ. તેમના જણાવ્યાનુસાર માહે
માર્ચ માસના અંત સુધીમાં વધુ રૃ.૨૦ લાખ જેટલી વ્યવસાય વેરાની આવક થવાની સાથે
પાલિકાના નિયત લક્ષ્યાંક રૃ.૪.૨૫ કરોડથી વધીને અંદાજે રૃ.૪.૬૦ કરોડની આસપાસ થવાની
સંભાવના રહેલી છે.  ઉલ્લેખનીય છે કે
, મહેસાણા
પાલિકામાં અત્યારસુધીમાં આશરે ૫૩૦૪ લોકોએ રૃ.૧
,૩૯,૮૨,૭૭૭ વ્યવસાયવેરો
ઓનલાઈન ભર્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!