દાંતા, અમીરગઢ, વડગામ અને પાલનપુર તાલુકાના 257 તળાવો કોરા ધાકોર

On: March 18, 2022 3:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાલનપુર,તા.17

બનાસકાંઠા જિલ્લા માં ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા અને
સિંચાઈના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા સરકાર દ્રારા લાખો કરોડોના ખર્ચે જળ સંચયના
કામો કરવામાં આવી રહ્યા છે પરંતુ છેલ્લા બે વર્ષ થી નબળા ચોમાસાને લઈ તળાવ
, સરોવર,ચેકડેમ સહિતના
જળાશયોમાં વરસાદી પાણી નો સંગ્રહ ન થવાના કારણે હાલ ઉનાળા ના પ્રારંભે દાંતા
, અમીરગઢ,વડગામ અને
પાલનપુર તાલુકાના ૨૫૭ તળાવ અને ૨૫૧૧ ચેકડેમમાં કોરો ધાકોર ભાસી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લા ના દાંતા,અમીરગઢ,
વડગામ અને પાલનપુર તાલુકામાં ૨૫૭ નાના મોટા તળાવ સરોવર આવેલ છે પરંતુ ગત
ચોમાસામાં નહિવત વરસાદના અભાવે અને હાલ ઉનાળા ના પ્રારંભે આ તમામ તળાવ તળીયા ઝાટક
બન્યા છે આ તળાવ પૈકી સિંચાઈ માટે દાતામાં ૨૩
, અમીરગઢમાં ૧૪,
વડગામ અને પાલનપુર ૧-૧મળી કુલ ૩૯ તળાવ આવેલ છે જેમાં દાંતાના ત્રણ, અમીરગઢના એક
માત્ર તળાવ માંથી રવિ સિઝન માટે પાણી આપી શકાયું હતું જે બાદ આ તળાવો કોરા ધાકોર
બન્યા છે જ્યારે આ તાલુકાઓમાં ૨૫૧૧ ચેકડેમ આવેલા છે જેમાં પાલનપુરમાં ૪૧૧
, દાંતામાં ૮૨૭, વડગામમાં ૫૬૭ અને
અમીરગઢ ૭૦૬ ચેકડેમ આવેલા છે જે પણ ખાલીખમ હોય ઉનાળાની સીઝનમાં આ તાલુકા ઓમાં
સિંચાઈના પાણી ની તંગી વર્તાવા ને લઈ ખેડૂતોમાં ચિંતા ના વાદળો ઘેરાયા છે ત્યારે
સરકાર દ્રારા વડગામના કરમાવદ અને પાલનપુરના મલાણા તળાવમાં નર્મદાનું પાણી ભરવા આવે
તો સિંચાઈના પાણીની સમસ્યાનો મહંદ અંશે ઉકેલ લાવી શકાય તેમ છે.

તાલુકા દિઠ તળાવની વિગત

બનાસકાંઠના ચાર તાલુકા પૈકી દાંતા,અમીરગઢ, વડગામ અને
પાલનપુર તાલુકામાં ૨૫૭ તળાવ આવેલા છે જેમાં દાંતા તાલુકામાં  ૨૩
,અમીરગઢમાં
૧૪
,વડગામ અને
પાલનપુરના ૧-૧ સિંચાઈના તળાવ આવેલ છે જેમાં ગત રવિ સીઝનમાં દાંતા ના ત્રણ અને
અમીરગઢ ના એક માત્ર તળાવ માંથી સિંચાઈ ની પાણી અપાયુ હતું.

વિવિધ યોજના હેઠળ બનાવેલ ચેકડેમ

પાલનપુર,
વડગામ, દાંતા
અને અમીરગઢ તાલુકામાં સરકારની સિંચાઈ
,નરેગા,વન વિભાગ, જળ ાવ અને જિલ્લા
આયોજન દ્રારા  કરોડોના ખર્ચે ૨૫૧૧ ચેકડેમ
બનાવવામાં આવેલ છે જેમાં પાલનપુર  ૪૧૧
,દાંતા ૮૨૭, વડગામ ૫૬૭, અમીરગઢ ૭૦૬
ચેકડેમ આવેલા છે જે હાલ ખાલી ખમ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!