જૂની પેન્શન યોજનાને લઈને ગુજરાતમાં પણ લડત ના મંડાણ : પડતર પ્રશ્નોને લઈને ગુજરાતના તમામ શિક્ષકો બોર્ડની કામગીરીનો વિરોધ કરશે

On: March 16, 2022 11:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

સુરત, તા. 16 માર્ચ 2022 

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા શિક્ષકોના લાબાં સમયથી પડતર પ્રશ્નો બાબતે રજૂઆત કરવા છતાં વણ ઉકલ્યા છે. જે બાબત તત્કાલિન મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળમાં લેખિત અને મૌખિક રજૂઆતો અને બેઠકો કરવા છતાં ઉકેલ નહી આવતાં અમો માર્ચ -2019ની એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાની મઘ્યસ્થ મૂલ્યાંકનની કામગીરીનો બહિષ્કાર કરવા અને આંદોલન કરવા જાહેરાત કરતાં દોડતા થયેલાં શિક્ષણ અને નાણાં મંત્રી અને વિભાગના ઉચ્ચ અધિકારીગણ સાથે બેઠક થઈ પ્રશ્નો ઉકેલવા સમાધાન થયેલ . તે સમયે પ્રાથમિક શિક્ષકો માટે ” પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી સળંગ ગણવા ” પરિપત્ર થયેલ . પરંતુ અમારી અનુદાનિત મા . અને ઉ.મા. શાળાના કર્મચારીઓ માટે પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી સળંગ ગણવા માટેનો પરિપત્ર થયેલ નહી અને અમારા અન્ય અગત્યના પ્રશ્નોનો પણ ઉકેલ આવેલ નહી ત્યારબાદ પણ અમો વારંવાર લેખિત અને રૂબરૂ રજૂઆતો કરેલ અને કલેકટર વગેરેને જિલ્લા મથકે ” ધરણાં ” અને ” પ્રદર્શન ” યોજી આવેદનપત્રો આપેલ જેના કારણે શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અધિકારીઓ સાથે અમારા સંકલન સમિતિના હોદ્દેદારો સાથે સમાધાન માટે બેઠક યોજાઈ હતી અને એ બેઠકમાં અમારા પડતર પ્રશ્નોનો ઉકેલવા શિક્ષણ અને નાણાં વિભાગને સૂચના આપેલ ત્યારબાદ પણ આજદિન સુધી અમારા અગત્યના નીચેના પ્રશ્નોનો ઉકેલ નહી આવતાં આગામી માર્ચ – એપ્રિલ ૨૦૨૨ માં લેવાનાર એસ.એસ.સી અને એસ.એસ.સી.બોર્ડની પરીક્ષાના ” મઘ્યસ્થ મૂલ્યાંકનની કામગીરીનો બહિષ્કાર ” કરવાનું ” ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ ” ના ઘટક – મહામંડળોના તમામ કર્મચારીઓએ સર્વાનુમતે નક્કી કરેલ છે . સુરત જિલ્લા ઉચ્ચતર માધ્યમિક સંઘના પ્રમુખ કમલેશ રામાનંદી ના જણાવ્યા મુજબ સંકલન ની બેઠકમાં નિર્ણય લેવાયા બાદ આગામી આંદોલન ની રણનીતિ તૈયાર કરાશે ખાસ કરીને સંકલનમાં રાજસ્થાન છત્તીસગઢ, ઝારખંડ, પ.બંગાળમાં જો જૂની પેન્શન યોજના લાગુ પાડવામાં આવી તો ગુજરાત માં કેમ નહિ ? આ સહિતના ઘણા પ્રશોને લઈને લડત ચલાવશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!