વડોદરા કોર્પોરેશનને રાજ્ય સરકાર તરફથી સ્વર્ણિમ જયંતીની 192 કરોડની ગ્રાન્ટ ફાળવી

On: March 12, 2022 10:31 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


-ગ્રાન્ટ કરતાં પણ 100 કરોડના વધુ કામો કોર્પોરેશન પોતાના ભંડોળમાંથી કરશે

વડોદરા, 12 માર્ચ 2022 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને રાજ્ય સરકાર તરફથી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના  વર્ષ 2021-22ની ગ્રાંટના 192.71કરોડની ફાળવણી કરવામાં આવી છે .આ ગ્રાન્ટની સામે કોર્પોરેશન દ્વારા 292.26 કરોડના કામો રજુ કરાયા છે. આ નાણાકીય ગ્રાન્ટમાંથી શહેરના વિવિધ વિસ્તારમાં આંતરમાળખાકીય વિકાસના કામો કરવાના રહે છે. જેમાં રોડ, પાણી ,રસ્તા, ગટર ,સ્ટ્રીટ લાઈટ વગેરેના કામોનો સમાવેશ થાય છે. આ ગ્રાન્ટની સામે કોર્પોરેશન દ્વારા 292.26 કરોડના 212 કામોની યાદી તૈયાર કરવામાં આવી છે .આ ઉપરાંત મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને વર્ષ 2021-22ની ગ્રાંટના 28.03 કરોડની ફાળવણી સામે અન્ય રસ્તાઓની કામગીરીને ધ્યાનમાં લઈને 26.03 કરોડના 80 કામોની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જેને સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજુરી આપવામાં આવેલી છે .સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરા શહેરના ઓ જી વિસ્તારમાં પણ 24.77 કરોડના આંતરમાળખાકીય વિકાસના 66 કામો કરવાના છે, અને તેને પણ મંજુરી આપવામાં આવેલી છે. દરમિયાન ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી જે બધા કામોની દરખાસ્ત તૈયાર કરી છે, તેને અગ્રતા ક્રમ અનુસાર સમાવેશ કરી સ્ટેન્ડીંગ કમિટીની મંજૂરી મેળવી સરકારમાં અંતિમ મંજૂરી માટે રજૂ કરવા જણાવતા ગત જાન્યુઆરી મહિનામાં સરકારની સિદ્ધાંતિક મંજૂરી મેળવવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેથી મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવેલ ગ્રાન્ટ કરતા વધારે રકમ સ્વભંડોળ માંથી ખર્ચ કરશે તે અંગેનું પ્રમાણપત્ર આપવા જણાવેલ છે. આ પ્રમાણપત્ર સરકારમાં રજૂ કરવામાં આવશે. દરમિયાન સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજૂર કરાયેલી આ દરખાસ્તને હવે સમગ્ર સભાની મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!