Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુથારપાડા ગામમાં નેત્રયજ્ઞ  તથા દંતનિદાન કેમ્પ નું થયું આયોજન 

On: March 12, 2022 9:50 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા દ્વારા  આયોજિત આર.એન.સી.ફ્રી. આઈ હોસ્પિટલ, વલસાડ, અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ તથા આદર્શ ક્લિનિક વાપીના સહકારથી આ કેમ્પ પ્રા. ડૉ. આશા ગોહિલ( વલસાડ)ના સક્રિય પ્રયત્નથી યોજાયા.      ARDF તરફથી શ્રી પારસ પટેલ , શ્રી ઝહીર શેખ ઉપસ્થિત રહ્યા હતા. આર.એન.સી. ફ્રી આઈ હોસ્પિટલ, વલસાડ તરફથી  ડૉ.પ્રિતેશ દેસાઈ સહિત 15 જેટલા  વોલેન્ટિર સભ્યોએ આંખની વિવિધ તકલીફ ધરાવતા લોકોની તપાસ કરી આંખનું  નિદાન કર્યુ. આદર્શ ક્લિનિક , વાપીના ડૉ. પ્રતિક પરમાર ,  ડૉ. તહેસીન વહોરા સહિત  4  આમ  બન્ને   મેડિકલ કેમ્પના કુલ 19   વિવિધ કામગીરી સાથે જોડાયેલ ટીમના સભ્યો  થકી ઉત્કૃષ્ટ સેવા જરૂરિયાતમંદોને મળી. પ્રાથમિક શાળા સુથારપાડાના આચાર્યશ્રી ચેતનભાઈ સમગ્ર શાળા પરિવાર, શ્રી વર્ષાબેન ચૌધરી (ગીરનારા) શ્રી વિમલભાઈ પટેલ (BRC), ડૉ.વિલ્સન મેકવાન, CRC  મહેશભાઈ ગાંવિત ,દિનેશભાઈ ગુજોર  , ઈશ્વરભાઈ ગવળી તથા શ્રી હાર્દિકભાઈ પટેલ ( એડવોકેટ, ધરમપુર), શ્રી દીપ ચૌહાણ ,  કવિતા પટેલ , ગામના સરપંચ શ્રી રંજુબેન ગુંબાળે તથા જય શ્રી બજરંગબલી યુવક મંડળનો ખૂબ સરસ સહકાર મળ્યો. આ ફ્રી મેડિકલ કેમ્પમા  દાંતની વિવિધ તકલીફોથી પીડાતા 178 દર્દીઓની સારવાર તથા ફ્રી આઇ કેમ્પમાં  575 લોકોની  આંખની તપાસ 438થી વધુ લોકોને મફત ચશ્મા વિતરણ કરાયા.  63 જેટલાં લોકોને મોતિયાના ઑપરેશનની જરૂર હોય એમનું મોતિયાનું ઑપરેશન પણ વિનામૂલ્યે  કરવામાં  આવશે. ગોપાલ ટ્રસ્ટ સુરત દ્વારા દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!