[ad_1]
![]()
અમદાવાદ,
શુક્રવાર
પત્નીના પરિવારે વિખૂટાં કરેલા એક યુગલનું મિલન કરાવ્યું
છે. પ્રેમસંબંધના કારણે લગ્ન કરનારા આ યુગલ વિશે યુવતીના પરિવારને જાણ થઇ ત્યારે
સામે આવ્યું હતું કે તેમની દીકરીના પતિને કોઇ બહેન ન હોવાથી સાટા પદ્ધતિથી પોતાના
દીકરાના સામસામા લગ્ન થઇ શકશે નહીં. આ કારણોસર યુવતીને પરિવારે ઘરમાં રાખતા પતિ
દ્વારા હેબિયસ કોર્પસની રિટ કરાઇ હતી. રાજ્યમાં પુરૃષોની સરખામણીએ સ્ત્રીઓ ઓછી
હોવાથી સાટા પદ્ધતિથી લગ્ન વદ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડરમાંથી એક જ જ્ઞાાતિમાંથી આવેલા આ કેસમાં
પતિએ હેબિયસ કોર્પસ દ્વારા રજૂઆત કરી હતી કે પ્રેમ સંબેધના કારણે તેમણે ડિસેમ્બર-૨૦૨૧માં
કોર્ટ મેરેજ કર્યા હતા. આ વાતની પત્નીના પરિવારને જાણ થતાં બન્નેનું મળવાનું બંધ કરાયું
હતું અને પત્નીને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકાયો હતો. પત્નીને ગેરકાયદે બંધનમંથી
છોડાવવા પતિ દ્વારા માંગણી કરવામાં આવી હતી. પત્નીના માતા-પિતાને એ બાબતે વાઁધો હતો
કે અરજદારને એક ભાઇ જ છે અને કોઇ બહેન નથી,
બીજી તરફ પત્નીને એક ભાઇ છે. જો અરજદારને પણ એક બહેન હોય તો પત્નીના ભાઇ સાથે લગ્ન
થઇ શકે અને સાટા પદ્ધતિથી લગ્ન થિ શકે. હાઇકોર્ટ સમક્ષ હાજર થયેલી પત્નીએ પતિ સાથે
જવાની ઇચ્છા વ્યક્ત કરતા કોર્ટે આ અંગે જરૃરી આદેશો આપ્યા છે. ઉપરાંત કોર્ટે નોંધ્યું
છે કે રાજ્યમાં સ્ત્રીઓના ઓછાં પ્રમાણના કારણે સાટા પદ્ધતિથી લગ્ન વધ્યા છે. ઉપરાંત
આ પદ્ધતિમાં સ્ત્રીની ઉંમર અને ઇચ્છાની પણ અવગણના કરવામાં આવે છે.
[ad_2]
Source link






