પીકઅપ વાનમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો કટીંગ સમયે જ કલ્યાણપુર પંથકમાંથી ઝડપાયો

On: March 4, 2022 12:10 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– વાનમાં પશુને રાખીને લઈ જવાતી દારૂની 551 બાટલી કબ્જે

– રૂ. 15.66 લાખના મુદામાલ સાથે છ શખ્સો ઝબ્બે, એકની શોધખોળ

ખંભાળિયા, તા. 04 માર્ચ 2022

કલ્યાણપુર તાલુકામાં એક પીકઅપ વાનમાં ચોરખાનું બનાવી અને આ વાહનમાં પશુ રાખીને છુપાવીને લઈ જવાતી વિદેશી દારૂની 551 બોટલો પોલીસે પકડી પાડી હતી. આ કાર્યવાહીમાં દારૂની હેરફેર સાથે સંકળાયેલા વાહનો સહિત કુલ રૂપિયા 15.66 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ પ્રકરણમાં છ શખ્સો ઝડપાઈ ગયા છે અને બનાસકાંઠા જિલ્લાના એક શખ્સનું નામ ખુલવા પામ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગુનાશોધક શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ગુરગઢ ગામથી દ્વારકા તરફ જતા રસ્તે આવેલા એક પેટ્રોલપંપ નજીકની માલધારી હોટલ પાસે પાર્ક કરવામાં આવેલા બોલેરો કેમ્પર વાહન નંબર જી.જે. 09 એ.વી. 2962 પાસે આવીને જોતાં આ વાહનમાં એક ઘોડો લઈ જવામાં આવતું હોવાનું ઉપરથી જોવા મળ્યું હતું. શંકાસ્પદ એવી બોલેરો કેમ્પરને પોલીસે ચેક કરતા આ વાહનના ઠાઠામાં એક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. જેને ખોલીને પોલીસે જોતાં તેમાંથી જુદી-જુદી બ્રાન્ડની 551 બોટલ વિદેશી દારૂનો જથ્થો નીકળી પડ્યો હતો. એટલું જ નહીં, દારૂની આ હેરાફેરી દરમિયાન તેના પાયલોટિંગ માટે જી.જે.13 એન.એન.9046 નંબરની એક હ્યુન્ડાઈ કંપનીની આઈ- ટ્વેન્ટી મોટરકાર તથા દારૂની ડિલિવરી લેવા માટે આવેલી જી.જે. 37 બી. 2116 નંબરની મારુતિ સુઝુકી બલેનો કાર પણ આ સ્થળેથી પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે.

આમ, રાત્રિના સમયે દારૂની હેરાફેરી તથા કટીંગ દરમિયાન પોલીસે દ્વારકા તાલુકાના રાંગાસર ગામની સીમમાં રહેતા ડુંગરભા ગગુભા માણેક (ઉ.વ. 28), આરંભડામાં મહાવીર સોસાયટી ખાતે રહેતા અરજણ નારણભાઈ ભાન (ઉ.વ. 48), વઢવાણ તાલુકાના રતનપુર ખાતે રહેતા ધનરાજ મહેશદાન ગઢવી (ઉ.વ.32), સુરેન્દ્રનગર જિલ્લાના રહીશ અશોકસિંહ જટુભા ઝાલા (ઉ.વ. 35), બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામના મોડસિંહ ભવરજી સોલંકી (ઉ.વ. 28) અને બનાસકાંઠા જિલ્લાના મહેન્દ્રસિંહ પ્રભુજી ચૌહાણ (ઉ.વ. 32) નામના છ શખ્સોને ઝડપી લીધા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!