વડોદરા: વાઘોડિયાના TDO ફરી વિવાદમાં, માનસિક રીતે ત્રસ્ત તલાટીઓનો મોરચો

On: March 3, 2022 6:36 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 03

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં નવા આવેલા મહિલા ટીડીઓ સતત વિવાદમાં સપડાયેલા રહે છે. આ વખતે તેમની સામે ખુદ તેમના તાબા હેઠળના તલાટીઓએ મોરચો માંડતા જિલ્લા પંચાયતની વહીવટી તંત્ર ચોંકી ઉઠયું છે.

જાહેરમાં અપમાનિત કરે છે, પંદર દિવસથી મીટીંગ લે છે

વાઘોડિયાના તલાટીઓએ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના પ્રમુખ સમક્ષ વેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલીયા અમારી પાસે કામ માંગે તેનો વાંધો નથી. પરંતુ તેઓ જાહેરમાં અપમાનિત કરી માનસિક રીતે હેરાન કરી રહ્યા છે. જેથી હવે આ ત્રાસ અમારા થી સહન થતો નથી. તેઓ પંદર દિવસથી મીટીંગો લેતા હોવાથી અમે ગામમાં જઈ શકતા નથી.

રજાના દિવસે પણ કલાકો બેસાડી રાખે છે

તલાટીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, રજાના દિવસે પણ અમને કચેરીમાં બોલાવવામાં આવે છે અને કોઈપણ જાતની કામગીરી ની ચર્ચા કર્યા વગર કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે. જેથી રજાના દિવસે અમોને ઇમરજન્સી કામ સિવાય બોલાવવામાં ના આવે તેવી માગણી છે.

નિયમિત પગાર નહીં થતો હોવાથી લોનનું વ્યાજ ચડે છે

તલાટીઓએ એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે, તાલુકા વિકાસ અધિકારી અમારો પગાર નિયમિત થવા દેતા નથી. જેને કારણે અમારા લોનના હપ્તા અનિયમિત થાય છે અને તેને કારણે વ્યાજ તેમજ દંડ ભોગવવો પડે છે.   

ચૂંટાયેલા સભ્યો પણ નારાજ છે,તાત્કાલિક બદલી કરો

તલાટી મંડળ ના પ્રમુખ તેમજ અન્ય આગેવાનોએ જિલ્લા વિકાસ અધિકારીને કહ્યું છે કે, કોરોના ના સમય દરમિયાન અમે શ્રેષ્ઠ કામગીરી કરી હતી જેથી વાઘોડિયા ને શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ પણ મળ્યો હતો. નવા ટીડીઓ કાજલબેન ના સમયમાં પણ ઈ શ્રમ કાર્ડની શ્રેષ્ઠ કામગીરી કરી છે. તેઓ પંચાયતોમાં આવી અપમાનિત કરે છે અને દફતર ઉઠાવી જાય છે. તેઓની સામે ચૂંટાયેલા સભ્યોએ પણ નારાજગી વ્યક્ત કરી રજૂઆત કરી છે. જેથી તેઓની તાત્કાલિક બદલી થવી જોઈએ.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!