Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મકાનમાલિકે ભાડુઆત પાસેથી મિલકતનો કબજો લેવા 38 વર્ષ કાનુની જંગ લડવો પડયો

On: March 2, 2022 10:25 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


 સુરત

નાનપુરાની મિલકત માટે સુરતની સ્થાનિક અદાલતથી માંડી હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટ સુધી 38 વર્ષ કાનૂની જંગ લડયા બાદ કબજો મળ્યો

નાનપુરા
વિસ્તારમાં આવેલી મિલકતનો ભાડુત પાસેથી કબજો મેળવવા છેક 1983થી સુરતની સ્થાનિક
અદાલતથી માંડીને સર્વોચ્ચ અદાલત સુધી મકાનમાલિકે છેડેલા કાનુની જંગ બાદ છેક 38 વર્ષો પછી પોતાની મિલકતનો ભાડુઆત પાસેથી કબજો મેળવવામાં સફળતા મળી હોવાની વિગતો
કોર્ટ સંકુલમાંથી સાંપડી છે.

નાનપુરાના
વોર્ડ નં.1માં આવેલી સ્વામી ગુણાતીત નગર સોસાયટી દલીચંદ નગરમાં આવેલ મકાન નં.10 ફરીયાદી રમેશચંદ્ર નગીનદાસ વાંકાવાલાના નામે ચાલી આવતી હતી. મિલકત તેમણે વલ્લભ
દેવરાજભાઈને ભાડે આપી હતી. પરંતુ નિયમિત ભાડુ ચુકવવાને બદલે વિજય બચુભાઈ ભગતને
પેટા ભાડે આપી હતી. જેથી ફરિયાદી મિલકત માલિક રમેશચંદ્ર વાંકાવાલાએ મિલકતનો
કબજો-ભાડું મેળવવા મૂળ ભાડુઆત તથા પેટા ભાડુઆત વિરુધ્ધ 1983માં સ્મોલ કોઝ કોર્ટમાં
દાવો કર્યો હતો. ભાડુઆત તરફે રજૂઆત થઇ હતી કે
, પોતાની માતા સુગરાબેન ઉર્ફે સરોજ બચુભાઈ
ભગતેે ભાડે રાખી છે.  જેને 1996માં મકાન
માલિક તરફે કુમાર રામાનાની રજુઆતો ધ્યાને લઇ કોર્ટે નકારી કાઢીને ભાડુઆતને મિલકત
ખાલી કરી ચઢેલું ભાડુ ચુકવવા હુકમ કર્યો હતો.

આ હુકમ
સામે ભાડુઆતે ડિસ્ટ્રીકટ કોર્ટમાંવર્ષ-2010માં અપીલ કરી
, તે નકારાતા
હાઇકોર્ટમાં અપીલ કરી અને ત્યાંથી પણ નકારી કઢાઇ હતી. જેથી મૂળ મકાનમાલિકે સ્મોલ
કોઝ કોર્ટમાં વર્ષ-2011માં દરખાસ્ત દાખલ કરી હતી. જેની સામે ભાડુઆતોએ વાંધા અરજી
અને મનાઈની માંગ કરતા સ્થાનિક અદાલતે નકારી કાઢી નીચલી કોર્ટનો હુકમ કાયમ રાખ્યો
હતો. જેની સામે ભાડુઆતોએ હાઇકોર્ટમાં વર્ષ-2012માં સેકન્ડ અપીલ કરી હતી. તે નકારી
કઢાતા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી અને ત્યાં પણ નકારી કાઢીને સુરતની સ્થાનિક અદાલત
,
હાઈકોર્ટના હુકમને કાયદેસરનો ઠેરવ્યો હતો. આમ ભાડુઆતો પાસેથી
મિલકતનો કબજો મેળવવા મકાનમાલિકે 38 વર્ષનો કાનુની જંગ ખેલવો પડયો છે.

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!