Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

માથાભારે ગેંગસ્ટરની મિલ્કતના ડિમોલિશનની કામગીરીમાં સુરતનું ક્રાઈમ બ્રાંચ જોડાયું

On: March 2, 2022 1:57 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– પાલિકાના માર્શલ ઉપરાંત શહેરના 90 જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ બંદોબસ્તમાં રહ્યાં

(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર

સુરત શહેરમાં છેલ્લા કેટલાક  વખતથી માથાભારે તરીકેની છાપ ધરાવતા ગેંગસ્ટર્સ સજ્જુ કોઠારી સામે અનેક ગુનાઓ નોંધાયા છે. તેની મિલકતના ડિમોલીશન માં સ્થાનિકો આક્રમક વિરોધ કરે તેવી શક્યતાને પગલે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચના અનેક અધિકારીઓ જોડાયા હતા. અધિકારીઓની ફોજ જોઈને એક પણ માથાભારે તત્વો કે સ્થાનિકોએ વિરોધ કરવાની હિંમત કરી  ન હતી,. 

કુખ્યાત સજ્જુ કોઠારીની મિલકતના ડિમોલીશન કામગીરી દરમ્યાન આજે સવારથી જ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ ઘટના સ્થળે પરસેવો પાડી રહેલા નજરે પડી રહ્યા હતા. સજ્જુ કોઠારી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ વચ્ચે ડિમોલીશન કામગીરીમાં આજે એક – બે નહીં પરંતુ ઉચ્ચાધિકારીઓ સહિત 35 જણાની ટીમ જોતરાયેલી નજરે પડી હતી.

શહેરમાં સંભવતઃ પહેલી વખત કોઈ મિલકતના ડિમોલીશન માં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પહોંચ્યા હોય તેવું જોવા મળ્યું છે. નાનપુરા સહિત સમગ્ર શહેરમાં માથાભારે ગેંગસ્ટર તરીકે કુખ્યાત સજ્જુ કોઠારીની જમરૂખ ગલીમાં આવેલા મિલકતના ડિમોલીશન દરમિયાન આજે ક્રાઈમ બ્રાંચના ડીસીપી, એસીપી સહિત ત્રણ પીઆઈ, છ પીએસઆઈ સહિત 30 કોન્સ્ટેબલ – હેડ કોન્સ્ટેબલની ટીમ ઘટના સ્થળે હાજર રહેવા પામી હતી. આ સિવાય અઠવા અને લાલગેટ પોલીસ મથકના પીઆઇ, છ પીએસઆઈ અને 50 પોલીસ કર્મચારીઓ સહિતનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આમ, સુરત મહાનગર પાલિકાના ડિમોલીશન દરમિયાન આજે માર્શલ – એસઆરપીની ટીમ કરતા ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસ 90 જેટલા અધિકારીઓ – કર્મચારીઓ પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખડે પગે જોવા મળ્યા હતા.



[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!