[ad_1]

અમદાવાદ, તા. 02 માર્ચ, 2022, બુધવાર
અમદાવાદ શહેર કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નરે આપેલી સૂચના પ્રમાણે ઝોન-7ના કાર્યક્ષેત્ર વિસ્તારમાં મિલકત સબંધી તથા ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવા આવી હતી જે મુજબ પેટ્રોલિંગ દરમિયાન જી.બી શાહ કોલેજ પાસે પો.કો. વિજયસિંહ હનુભા અને પો.કો.જીતેન્દ્રસિંહ દશરથસિંહે બાતમીના આધારે જીવરાજ મહેતા હોસ્પિટલ ચાર રસ્તા આગળથી કાયદાના સંઘર્ષમાં આવેલ 3 બાળ કિશોરો પાસેથી એક કાળા કલરનું હોન્ડા એક્ટિવા જેનો RTO નંબર GJ-01-NA-2654 મળી આવ્યું હતું.
આ અગાઉ પણ આ બાળ કિશોરોએ ચોરી કરી માણેકબાગ ચાર રસ્તા પાસે આવેલ વાલ્કેશર સોસાયટી નિયોજન નગર સોસાયટીના એક જૂના બંધ હાલતમાં પડેલ બંગલામાં 3 એક્ટિવા રાખી હતી. આમ, અમદાવાદ શહેરના સેટેલાઈટ, પાલડી તથા વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ કુલ 4 એક્ટિવા સાથે ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોને પકડી સી.આર.પી.સી 102 મુજબ પંચનામાં કબ્જે કરી બાળ કિશોરો વિરુદ્ધ 41(1) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[ad_2]
Source link






