Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

નિત્યાનંદ આશ્રમની વિદેશ જતી રહેલી યુવતીઓનો દૂતાવાસમાંથી હાજર થવા ઇનકાર

On: March 1, 2022 5:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


હાથીજણની DPS સ્કૂલમાં એક સમયે ચાલી રહેલા

UNમાં ભારતીય હાઇકમિશ સમક્ષ હાજર થવાની તૈયારી, કોર્ટના આદેશથી અમેરિકાના વિઝા મેળવવાની પેરવી નથી ને ? : હાઇકોર્ટ

અમદાવાદ : અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી ડી.પી.એસ. સ્કૂલમાં એક સમયે ચાલતા નિત્યાનંદ આશ્રમમાંથી લાપતા થયેલી યુવતીઓએ ભારત બહારના કોઇ અજ્ઞાાત સૃથળેથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જવાબ મોકલાવ્યો છે કે તેઓ વિદેશમાં આવેલા કોઇપણ ભારતીય દૂતાવાસમાંથી  વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર નહીં થાય.

તેઓ અમેરિકામાં આવેલા યુનાઇટેડ નેશન્સમાં આવેલા ભારતીય હાઇકમિશન સમક્ષ હાજર થવા માંગે છે. હાઇકોર્ટે ફરી કેન્દ્ર સરકારને આ અંગે જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપી વધુ સુનાવણી ત્રીજી માર્ચના રોજ નિયત કરી છે.

બન્ને પુત્રીઓને શોધવા હેબિયસ કોર્પસની રિટ કરનારા જનાર્દન શર્માની અરજી અંગે આજે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં બન્ને યુવતીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ વિદેશમાં આવેલા કોઇ ભારતીય દૂતાવાસમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર નહીં થાય, કારણ કે ત્યાં તેમનાં પાસપોર્ટ જપ્ત થવાનો ભય છે.

જો કે બન્ને યુવતીઓ તરફથી તૈયારી દર્શાવવામાં આવી હતી કે તેઓ અમેરિકામાં આવેલા સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતીય હાઇકમિશન સમક્ષ હાજર થવાં તૈયાર છે. જેના વિરોધમાં અરજદાર પિતા તરફથી દલીલ કરવામાં આવી હતી કે પહેલાં યુવતીઓ વીડિયો કોન્ફરન્સથી હાજર થવાં તૈયાર હતી હવે તેનો પણ ઇનકાર કરી રહી છે.

નિત્યાનંદના પ્રયાસોના કારણે યુવતીઓ ગેરમાર્ગે દોરાઇ છે અને એક દેશમાંથી બીજા દેશમાં જઇ રહી છે. આ ગંભીર મુદ્દાની તપાસ જરૂરી છે. આજની સુનાવણીમાં કોર્ટે ટકોર કરી હતી કે ક્યાંક કોર્ટના આદેશોનો સહારો લઇ અમેરિકાના વિઝા મેળવવાનો પ્રયત્ન તો નથી થઇ રહ્યો ને? કોર્ટે આગામી સુનાવણી ત્રીજી માર્ચના રોજ નિયત કરી છે.

ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં હાથ ધરાયેલી સુનાવણીમાં બન્ને બહેનો લોપામુદ્રા અને નિત્યનંદિતાએ જમાઇકાની રાજધાની કિંગ્સ્ટન સિૃથત ભારતીય દૂતાવાસના એટેચી એમ.પી. કર સમક્ષ ગત આઠમી જાન્યુઆરી,2020 ના રોજ સોગંદનામું કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે તેમણે તેમની ઇચ્છા અને સ્વતંત્ર રીતે ભારત છોડયું છે અને તો ભારત પરત આવવા માગતા નથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!