Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

નવી ૪૮ ટેકનિકલ સંસ્થાઓની ૩૦ હજારથી બે લાખ સુધીની ફી જાહેર

On: March 1, 2022 4:31 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

ફી
રેગ્યુલેશન કમિટી દ્વારા ગુજરાતની નવી ૪૮ ટેકનિકલ કોલેજો-યુનિવર્સિટીઓની ત્રણ
વર્ષની નવી ફી જાહેર કરી દેવાઈ છે. ૩૦ હજારથી લઈને બે  લાખ સુધીની ફી મંજૂર થઈ છે.મોટા ભાગની કોલેજોએ
માંગેલી ફી કરતા ઓછી ફી મંજૂર કરાઈ છે.કોરોનાને લીધે ફી નિર્ધારણમાં ઘણો વિલંબ થયો
છે અને ૨૦૨૦-૨૧થી માંડી ૨૦૨૨-૨૩ના ત્રણ વર્ષ માટે ફી દોઢ વર્ષ બાદ નક્કી કરવામા
આવી છે. સૌથી વધુ ૨ લાખ ફી સેપ્ટ યુનિ.ની પીજી આર્કિટેકચર કોર્સ માટે નક્કી કરાઈ
છે.

ગુજરાતમાં આવેલી
ટેકનિકલ કોલેજો-યુનિ.ઓની દર ત્રણ વર્ષે નવી ફી નક્કી કરવામા આવે છે. ફી કમિટી દ્વારા
છેલ્લે ૨૦૧૭-૧૮થી ૨૦૧૯-૨૦ માટેના ત્રણ વર્ષનું ફી માળખુ નક્કી કરવામા આવ્યુ હતુ.૨૦૨૦-૨૧માં
નવુ ફી માળખુ જાહેર થનાર હતુ પરંતુ ૨૦૨૦માં માર્ચમાં કોરોનાની શરૃઆત થતા  ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક વર્ષમાં નવી ફી નક્કી કરાઈ ન
હતી.ત્યારબાદ ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં પણ નવી ફી નક્કી કરાઈ શકાઈ નથી.કોરોનાને
લીધે ફી નિર્ધારણમાં ઘણો વિલંબ થતા ગત વર્ષે જુલાઈ-ઓગસ્ટમા નવી ફી જાહેર થવાને બદલે
ઘણા મહિના બાદ હવે ફેબુ્રઆરીમાં અને તે પણ અંતમાં નવી ફી જાહેર થઈ છે.જેમાં ૨૦૨૦-૨૧માં
નવી શરૃ થયેલી ૨૬ કોલેજો અને ૨૦૨૧-૨૨માં નવી શરૃ થયેલી ૨૨ સહિત કુલ ૪૮ નવી સંસ્થાઓનો
સમાવેશ થાય છે.

જેમાં ઘણી કોલેજો-યુનિ.ઓ એવી છે કે જે સંસ્થાઓ
પહેલેથી હયાત હતી પરંતુ નવા કોર્સ શરૃ કરવામા આવ્યા હતા અને આ નવા કોર્સનો પણ
સમાવેશ થાય છે. ડિપ્લોમાથી માંડી પીજી સહિતના વિવિધ ૧૨ ટેકનિકલ કોર્સની ફી નક્કી
કરવામા આવી છે.સૌથી વધુ સેપ્ટ યુનિ.ની પીજી આર્કિટેકચર કોર્સ માટેની બે લાખ રૃપિયા
ફી નક્કી કરવામા આવી છે.જો કે સેપ્ટ યુનિ.દ્વારા ૩.૭૮ લાખ ફી માંગવામા આવી
હતી.સૌથી વધુ અરિહંત ફાર્મસી કોલેજોની ડિપ્લોમા ફાર્મસીની ૩૦ હજાર ફી નક્કી થઈ
છે.ફી રેગ્યુલેશન કમિટી દ્વારા નક્કી કરાયેલી ફીમાં તમામ પ્રકારની ફીનો સમાવેશ થઈ
જાય છે.જેથી કોઈ પણ કોલેજ જીમખાના ફી
,કોશન મની ,લેબોરેટરી ફી, ઈન્ટરનેટ કે સ્પોર્ટસ ફી, કમ્પ્યુટર ફી સહિતની કોઈ પણ પ્રકારની વધારાની ફી કોઈ પણ મથાળા હેઠળ નહી લઈ
શકે. મોટા ભાગની કોલેજોએ તેમણે શરૃ કરેલા નવા કોર્સ માટે માંગેલી ફી કરતા ઘણી ઓછી
ફી નક્કી કરાઈ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!