Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ગ્રીષ્મા હત્યા કેસની કાર્યવાહી શરૃઃ આરોપી ફેનીલ માનસિક અનસાઉન્ડ હોવાની અરજી રદ

On: February 28, 2022 10:19 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]




સુરત

આરોપી ફેનીલ માનસિક રીતે વિક્ષિપ્ત નહીં પરંતુ શાતિર દિમાગ ધરાવતો હોવાની સરકારપક્ષની રજૂઆત માન્ય  પાંચ ડૉકટરોની જુબાની પુરી થતાં વધુ સુનાવણી ગુરુવાર સુધી મોકુફ

કામરેજ-પાસોદરાના
ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણી વિરુધ્ધ આજે ન્યાયિક કેસ
કાર્યવાહીનો પ્રારંભ થવાની સાથે આરોપીના બચાવપક્ષે આરોપી માનસિક રીતે અનસાઉન્ડ હોઈ
સારવાર માટે કરેલી અરજીને મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે. વ્યાસે નકારી કાઢી હતી.

કામરેજના
પાસોદરામાં ગ્રીષ્મા વેકરીયાની હત્યા કેસની કાર્યવાહીનો આજથી પ્રારંભ થતા આરોપીના
બચાવપક્ષે આરોપી ફેનીલ અનસાઉન્ડ માઈન્ડ ધરાવતો હોઈ માનસિક સારવાર કરાવવા અંગે અરજી
કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીએ એ.કે.47ની સર્ચ
કરવા  તથા ફ્લીપકાર્ટ પર ચપ્પુની ખરીદી કરી
હોઈ શાતિર અને ગુનાઈત માનસિકતા ધરાવે છે. મહીના પહેલા ગ્રીષ્માને મારી નાખવા અંગે
તેના મિત્રો સાથે વાત કરી છે. ધરપકડ વખતે તે ચાર્જફ્રેમ દરમિયાન પણ માનસિક રીતે
અનસાઉન્ડ હોવાનું જણાવ્યું નથી. ઉલ્ટાનું આરોપીએ પોતે વકીલ બદલવા માંગતા હોવાની
અરજી આપીને બચાવ માટે નવા વકીલ રોક્યા છે. બચાવપક્ષે આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોવાની
કે તેની સારવાર ચાલતી હોવા સંબંધી એકપણ મેડીકલ પુરાવો રજુ કર્યો નથી. સરકારપક્ષે
આરોપી માનસિક રીતે સ્વસ્થ હોવા સંબંધી મેડીકલ સર્ટીફિકેટ રજુ કર્યું હતુ.

જેથી
મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસે બચાવપક્ષ તથા સરકારપક્ષની હાજરીમાં આરોપીને
કોર્ટના વાતાવરણને બદલે પોતાની ચેમ્બરમાં લઈ જઈને કેટલાક પ્રારંભિક સવાલો કર્યા
હતા. જેમાં આરોપીનું નામ-સરનામા
,અભ્યાસ, સમય, ગામમાં ખેતીની
જમીન સંબંધિત અનેક પ્રારંભિક પ્રશ્નો પુછીને જવાબ મેળવ્યા હતા. ત્યારબાદ કોર્ટે
આરોપીની માનસિકતાના મુદ્દે બચાવપક્ષે કરેલી અરજીને નકારી કાઢી આરોપી સાઉન્ડ માઈન્ડ
ધરાવતા હોવા અંગે સરકારપક્ષની દલીલોને માન્ય રાખી હતી. ત્યારબાદ સરકારપક્ષે મરનાર
ગ્રીષ્માનું પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરો સહિત આરોપીને હાથમાં થયેલી ઈજાની સારવાર
કરનાર ત્રણ તબીબોની જુબાની લઈ કેસ કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો. કોર્ટે વધુ
સુનાવણી આગામી તા.3 માર્ચ સુધી મોકુફ રાખી છે. આગામી મુદતે 25 જેટલા પંચ સાક્ષીઓની
જુબાની લેવાશે. ઉલ્લેખનીય છે કે
, મુખ્ય જિલ્લા સરકારી વકીલ
નયન સુખડવાલા દ્વારા 2500પાનાની ચાર્જશીટ સાથે 80 દસ્તાવેજી પુરાવા થતા 190 સાક્ષીઓની યાદી કોર્ટમાં રજૂ કરી ચાર્જફ્રેમ કરાયો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!