Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

લાખણીના જસરામાં અશ્વોની કરતબો જોઈ લોકો મંત્રમુગ્ધ

On: February 28, 2022 5:46 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

લાખણી,
તા.27

 લાખણી તાલુકાના
જસરા ગામે બુઢેશ્વર મહાદેવ મંદિરે પાંચ દિવસીય અશ્વ મેળાનો પ્રારંભ થયો છે. આ
મેળામાં ભાગ લેવા આવેલ ગુજરાત કાઠિયાવાડ અને રાજસ્થાનના પાણીદાર અશ્વોની વિવિધ
કરતબો સાથે પોલીસદળના અશ્વો પણ પોતાની કરતબો બતાવી રહ્યાં છે. આ અશ્વ મેળાના
ત્રીજા દિવસે અશ્વોના કરતબો જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા.

લાખણી તાલુકાનું નાનકડું એવું જસરા ગામ બુઢેશ્વર મહાદેવ
મંદિરના ઓમ નમથ શિવાયના નાદ અને અશ્વોની હણહણાટીથી ગૂંજી ઉઠયું હતું. આજે પોલીસ
અશ્વ દળના ઘોડાઓ દ્ધારા અશ્વનું પ્રદર્શન ટેંટ પેગીંગ
, જમ્પીંગ જેવા શો
યોજાયા હતા. પ્રદર્શનમાં અશ્વોએ આજે પાટીદોડ અને નાચ કરીને લોકોને મંત્રમુગ્ધ
કર્યા હતા. બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવેએ જણાવ્યુ હતુ કે
, આજના આધુનિક અને
ટેકનોલોજીના યુગમાં ભુલાતી જતી અશ્વ કળાને જીવંત રાખવા  ૧૧ વર્ષથી 
દર વર્ષે શિવરાત્રિ પર્વ ઉપર અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. અહીં  ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવેલા અશ્વોએ
દિલધડક કરતબ કરાવી લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહ્યા છે.

નેશનલ ચેમ્પિયન પંજાબી પાડો આકર્ષણનું કેન્દ્ર રહ્યો

જસરા ગામે યોજાઇ રહેલા પાંચ દિવસીય અશ્વ મેળામાં (લક્ષ્મી
ડેરી) પંજાબથી આવેલ બુલ (પાડો) ભારતનો સૌથી ઊંચો અને સૌથી વધારે વજન ધરાવતો પાડો
આવી પહોંચતાં તેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટયા હતા.

આનંદ મેળાનું લોકોએ મનોરંજન માણ્યું

અશ્વ મેળાની સાથે સાથે આનંદ મેળામાં ખાણીપીણી અને રમકડાનાં
સ્ટોલ સાથે વિવિધ રાઇડ્સ જેવી કે ચકડોળ
,
મોતનો કુવો, ટોરા
ટોરા
, બ્રેકડાન્સ, હોડી, જંપીગ અને
જાદુગર-શો સહીત તમામ મનોરંજનનો યુવાનો અને બાળકો આનંદ લઇ રહ્યા છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!