Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

યુક્રેનથી 18 વિદ્યાર્થી સહી સલામત વડોદરા પરત: પરિવારજનોમાં ખુશી

On: February 27, 2022 11:43 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 27 

ભાવવાહી દૃશ્યો વચ્ચે માનવામાં આવ્યો ભારત સરકાર રાજ્ય સરકારનો આભાર…

કોઈ લગ્ન પ્રસંગ ન હતો તેમછતાં વડોદરા સર્કિટ હાઉસના પ્રાંગણમાં બહારો ફૂલ બરસાવો…ની પંક્તિઓનો ગણગણાટ જાણે કે હવામાં ગુંજતો હતો.વહેલી સવારથી ચાતક નજરે રાહ જોવાતી હતી એવી ગુજરાત સરકારની વોલ્વો બસ જ્યારે યુક્રેનની યુદ્ધભૂમિમાંથી હેમખેમ પરત ફરેલા પોતાના વ્હાલા સંતાનોને લઈને સર્કિટ હાઉસના આંગણમાં પ્રવેશી ત્યારે માતા-પિતા, દાદા, કાકા જે કોઈ સ્વજનો હાજર હતા તેમની આંખોમાં હર્ષના આસું ઉભરાયા હતાં અને ક્યારે અમારા લાડકવાયા બસમાંથી ઉતરે અને આપણી ધરતી પર પગ મૂકે અને એમને જોઇને આંખ ઠરે એની ઉત્સુકતા તમામ સીમાઓ વળોટીને સ્પષ્ટ ડોકાતી હતી.

અને જ્યારે એ લાડકો કે લાડકી બસમાંથી ઉતરીને એમને ભેટ્યા ત્યારે ચારેય આંખોમાં હર્ષનો શ્રાવણ ભાદરવો વરસતો હતો.એક પણ શબ્દ નીકળતો ન હતો પરંતુ એ મૌનમાં અને આંખોમાં હરખનું બોલકું નિવેદન હતું. ત્યાં શું થયું, કેવી યાતના વેઠી, કેવું જોખમ હતું એ કશું જ પુંછવું ન હતું બસ તમે સહીસલામત આવી ગયા એ માટે પરમાત્મા પ્રત્યે આભાર નિવેદન અને આ લોકોને દારૂગોળાથી સળગતી અગનભુમિમાંથી સાચવીને પાછા લાવનારી ભારત સરકાર અને જરૂરી પૂરક વ્યવસ્થાઓ કરનારી ગુજરાત સરકાર માટે ધન્યવાદનું મૌન નિવેદન હતું.

મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ, સાંસદ રંજનબહેન ભટ્ટએ માતૃ વાત્સલ્યથી તેમના ભાલે કુમકુમ તિલક કર્યા હતા તો મેયર પ્રદેશ મહામંત્રી, સયાજીગંજ ધારાસભ્ય શહેર પ્રમુખ સહિત અગ્રણીઓ એ હેતપુર્વક સૌ આગંતુકોને આવકાર્યા હતા અને બસના આગમન સુધી તેમના પરિવારજનોને સાંત્વન આપ્યું હતું.

નિવાસી અધિક કલેકટર કુલદીપ ઝાલાના જણાવ્યા મુજબ આ વ્યવસ્થા હેઠળ વડોદરા શહેર અને પંથકના 18 વિદ્યાર્થીઓની વતન વાપસી થઈ હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!