Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વડોદરા: કોંગ્રેસને જીતાડી એટલે પાંચ વર્ષ રસ્તો નહીં થાય: ભાજપ મહિલા કોર્પોરેટરનો ઉડાઉ જવાબ

On: February 27, 2022 9:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર વિરુદ્ધ શહેર પ્રમુખને 12 સોસાયટીના પ્રમુખની રજૂઆત

વડોદરા, તા. 27

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં જ્યાં કોઈ રહેઠાણ નથી અને ખેતરો છે ત્યાં ભાજપના કોર્પોરેટરના સૂચનથી રસ્તો બનાવી દેવામાં આવ્યો ત્યાંરે છાણી રામાકાકા ની દેરી સામે પેટ્રોલ પંપ થી ક્રિષ્ના એમ્પાયર સુધીનો રસ્તો બનાવવા માટે ભાજપના વોર્ડ નંબર બે ના મહિલા કાઉન્સિલર નો સ્થાનિક રહીશોએ સંપર્ક કર્યો ત્યારે તેમણે ઉડાઉ જવાબ આપી જણાવ્યું કે, તમે લોકોએ વોર્ડ નંબર એકમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડયા છે એટલે આ રોડ પાંચ વર્ષ સુધી બનશે નહિ જેથી 11 સોસાયટી અને એપાર્ટમેન્ટના પ્રમુખોએ લેખિતમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખને જાણ કરી છે.

છાણી વિસ્તારમાં રામાકાકાની ડેરીની સામેથી ક્રિષ્ના એમ્પાયર સુધીનો રસ્તો ખૂબ જ ખરાબ થઇ ગયો છે જે અંગે સ્થાનિક રહીશોએ વોર્ડ નંબર બેના મહિલા કાઉન્સિલર રશ્મિબેન વાઘેલાને જાણ કરી હતી પરંતુ તેઓએ ઉડાઉ જવાબ આપી દેતાં મામલો શહેર પ્રમુખ સુધી પહોંચ્યો છે.

છાણી પેટ્રોલ પંપથી ક્રિષ્ના એમ્પાયર સુધીના રસ્તામાં આવતા બાલાજી બંગલોઝ, યોગી એવન્યુ, સોમદત્ત વિલા, સન ઓર્ચીડ, સત્યમ રેસીડેન્સી, માં રેસીડેન્સી, યોગીનગર ટાઉનશીપ, યોગી દર્શન ટાઉનશીપ, ગેલેક્સી હાઇટ, ગેલેક્સી ઓરા, ક્રિષ્ના એમ્પાયર અને ઓમકારા એપાર્ટમેન્ટ સોસાયટીના પ્રમુખોએ લેખિતમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ ને રજૂઆત કરી છે કે યોગીનગર સુધી ડામર નો રોડ ઊબડખાબડ હાલતમાં છે ત્યાર પછી ક્રિષ્ના એમ્પાયર સુધી રસ્તો કાચો છે. આ રસ્તો બનાવવા અલગ અલગ જગ્યાએ રજુઆત કરી ચુકયા છે છતાં પણ કોર્પોરેશન તરફથી કોઇ જ કામગીરી કરવામાં આવતી નથી ચોમાસામાં ઠેર ઠેર પાણી નો ભરાવો થઈ જાય છે વરસાદી ગટર નહી હોવાને કારણે પાણીનો જલ્દી નિકાલ થતો નથી સ્ટ્રીટ લાઈટ પણ અવારનવાર બંધ થઈ જાય છે.

યોગીનગરમાં વોર્ડ નંબર બે ના ભાજપના કોર્પોરેટર રશ્મિબેન વાઘેલા રહે છે છતાં લોકોની માંગણી પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.

આ રસ્તો બનાવવા માટે વોર્ડ નંબર બેના ભાજપના કોર્પોરેટર રશ્મિબેન વાઘેલા નો સંપર્ક કર્યો હતો ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે તમે લોકોએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડયા છે એટલે આ રોડ પાંચ વર્ષ સુધી બનશે નહીં આવું નિવેદન કરી ભાજપની ઈમેજ બગાડી રહ્યા છે.

12 સોસાયટી અને એપાર્ટમેન્ટના પ્રમુખોએ વધુમાં જણાવ્યું છે કે રશ્મિબેન પોતે વોર્ડ નંબર 1 ના ઉમેદવાર નહીં હોવાથી તેઓ આ વિસ્તારના વિકાસ ની કામગીરી થવા દેતા નથી.

તેઓ પોતે તેમના ઘરના ગેટની બહાર કોર્પોરેશન દ્વારા જાડી જાત્રાની સફાઈ કરાવી દીધી છે અને બીજી જગ્યાએ જેથી હાલતમાં છોડી દીધેલી છે એક કોર્પોરેટર તરીકે શોભાસ્પદ આવતું નથી. શહેર પ્રમુખને રહીશોએ વિનંતી કરી છે કે આપની દરમિયાનગીરીથી આ રસ્તો વહેલી તકે થાય એ માટે કાર્યવાહી કરવી જરૂરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!