Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

નેશનલ ગ્ર્રીન ટ્રિબ્યુનલે અલ્ટ્રાટેકની બે કંપનીના પર્યાવરણ ક્લિયરન્સ રદ કર્યા

On: February 27, 2022 5:42 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


50 હેક્ટરથી વઘુ વિસ્તાર હોય તો કેન્દ્રીય મંત્રાલયની મંજૂરી જરૂરી

અમરેલીમાં લાઇમસ્ટોન માઇનિંગ માટે બે પ્રોજેક્ટ અલગ કરી ગુજરાતની ઓથોરિટી દ્વારા કંપનીએ ઇસીની મંજૂરી લીધી હતી

ગાંધીનગર : ગુજરાત સ્ટેટ એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી દ્વારા અલ્ટ્રાટેક સિમેન્ટ અને તેની પેટાકંપની નર્મદા સિમેન્ટને અમરેલી જિલ્લાના જાફરાબાદના બાબરકોટમાં લાઇમસ્ટોન માઇનિંગ માટે આપવામાં આવેલા બે પર્યાવરણીય ક્લિયરન્સ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી નેશનલ ગ્ર્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) ની પશ્ચિમ ઝોનની બેન્ચે કરી છે.

ટ્રિબ્યુનલની બેન્ચે આ પ્રકરણમાં વિસ્તારનો મુદ્દો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે આ વિસ્તાર 50 હેક્ટરથી વધારે છે. અને જો વિસ્તાર વધારે હોય તો કંપનીએ રાજ્યની ઓથોરિટીની નહીં પરંતુ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયની મંજૂરી લેવાની હોય છે, કારણ કે 50 હેક્ટરથી વધુ વિસ્તાર એ-કેટેગરીનો પ્રોજેક્ટ ગણવામાં આવે છે. જો બન્ને પ્રોજેક્ટને અલગ ગણવામાં આવે તો પણ તે હાલના પ્રોજેક્ટનું વિસ્તરણ છે અને તેમાં પણ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા મૂલ્યાંકન કરવું પડશે.

આ નિર્ણય બે અપીલના જવાબમાં આપવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઇસીની ગ્ર્રાન્ટ કાયદાનું ઉલ્લંઘન છે કારણ કે ખાણનો વિસ્તાર 50 હેક્ટરથી વધુ હતો. અપીલકર્તાના જણાવ્યા પ્રમાણે પર્યાવરણીય મંજૂરીની માંગ કરતી વખતે એ-કેટેગરી વર્ગીકરણને દૂર કરવા ખાણને બે ભાગમાં વહેંચવામાં આવી હતી.

બન્ને કંપનીઓ પાસે આ જ વિસ્તારમાં 565.93 હેક્ટરમાં હાલની માઇનિંગ લીઝ પણ છે.અપીલમાં એવું જણાવવામાં આવ્યું હતું કે પર્યાવરણીય મંજૂરી કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના પર્યાવરણ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આપવામાં આવી હતી જે એશિયાટીક સિંહોના નિવાસસ્થાનનો વિસ્તાર છે કે જેમાં કોઇ વન્યજીવ સંરક્ષણ યોજના નથી. અપીલમાં વધુમાં એવું પણ કહ્યું હતું કે પ્રોજેક્ટનું મૂલ્યાંકન કલસ્ટર તરીકે હોવું જોઇએ.

ટ્રિબ્યુનલે 30મી જૂન 2021માં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયના ત્રણ નોમિની, ઓથોરિટીના ગુજરાતના ચેરમેન, જીપીસીબી, સીપીસીબી, ગુજરાતના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન અને અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટનો સમાવેશ કરતી આઠ સભ્યોની સંયુક્ત ફેક્ટ ફાઇન્ડીંગ કમિટીની નિયુક્તિ કરી હતી. જો કે અલ્ટ્રાટેક સિમેન્ટ અને નર્મદા સિમેન્ટ કંપનીએ તેનો વિરોધ કરી કહ્યું હતું કે આવી કોઇ સમિતિની તપાસની જરૂર નથી, કેમ કે પર્યાવરણની મંજૂરી માન્ય છે.

આમ છતાં ટ્રિ2બ્યુનલે તેના આદેશમાં ફેક્ટ ફાઇન્ડીંગ કમિટીની રજૂઆત પર આધાર રાખ્યો હતો.કંપનીએ બે ખાણોને 600 મીટરના પટ દ્વારા અલગ કરી હતી જે 49.84 હેક્ટર વિસ્તારમાં વહેંચાયેલી હતી. આથી બેન્ચે તારણ કાઢયું હતું કે બન્ને ખાણ ક્ષેત્રો એ કુલ ખાણ ક્ષેત્રનો અભિન્ન હિસ્સો છે જે 50 હેક્ટરથી વધારે છે તેથી માની શકાય નહીં.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!