Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સ્માર્ટ સિટી મ્યુનિ.વહીવટી તંત્રનું મિસમેનેજમેન્ટ, અમદાવાદ ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસર સહિત ૨૫૦ થી વધુ જગ્યા ખાલી

On: February 27, 2022 3:05 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,શનિવાર,26
ફેબ્રુ,2022

સ્માર્ટ સિટી  અમદાવાદ
મ્યુનિસિપલ વહીવટી તંત્રનું વધુ એક વખત મિસ મેનેજમેન્ટ બહાર આવવા પામ્યુ છે.શહેરમાં
ફાયર એન.ઓ.સી.ના ધરાવતા બિલ્ડિંગોમાં ફાયર એન.ઓ.સી.નો અમલ કરાવનારા ફાયર વિભાગના ઈન્ચાર્જ
ચીફ ફાયર ઓફિસરને એક વર્ષના કોન્ટ્રાકટ બેઝથી રાખવા અંગે મ્યુનિ.બોર્ડની મંજુરી માટે
મુકવામાં આવેલી દરખાસ્ત સત્તાધારી પક્ષે દફતરે કરતા ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસર સહિત
૨૫૦ થી વધુ જગ્યા ખાલી હોવાથી ફાયર એન.ઓ.સી.સહિતની કામગીરી ઉપર અસર થવાની સંભાવના વ્યકત
કરાઈ રહી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષથી પણ વધુના સમયથી કોરોના
મહામારીના સમયથી શહેરના વિવિધ કોરોના સંક્રમિત વિસ્તારોને સેનેટાઈઝ કરવાની સાથે
અંગાર કોલ અને રેસ્કયૂ કોલ તથા કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા
ઉપરાંત કોરોના સંક્રમિત થયા બાદ મૃત્યુ પામનારાના મૃતદેહને સ્મશાન સુધી
પહોંચાડવાની ફાયર વિભાગ તરફથી કામગીરી કરાઈ રહી છે.ફાયર વિભાગ તરફથી આ કામગીરી
ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી શાળાઓ
,હોસ્પિટલો
તથા રેસીડેન્શિયલ અને રેસીડેન્શિયલ કમ કોમર્શિયલ હેતુથી વપરાશમાં લેવાતા
બિલ્ડિંગોમાં વિવિધ કોર્ટ તરફથી મળેલા આદેશને પગલે ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાની
સાથે ફાયર એન.ઓ.સી.મેળવવા નોટિસ આપવાની પણ કામગીરી કરી છે.

સ્ટેન્ડીંગ કમિટીની થોડા સમય અગાઉ મળેલી બેઠકમાં ૩૧ જાન્યુઆરી-૨૦૨૨ના
રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થનારા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટને એક વર્ષ
માટે કોન્ટ્રાકટથી રાખવા દરખાસ્ત મંજુર કરાઈ હતી.આ દરખાસ્ત ૨૫ ફેબુ્આરીએ મળેલી બોર્ડ
બેઠકના એજન્ડામાં મંજુરી માટે મુકવામાં આવી હતી.આ દરખાસ્ત અગમ્ય કારણોસર સત્તાધીશો
દ્વારા દફતરે કરવાનો નિર્ણય લેતા  ઈન્ચાર્જ
ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા આ અધિકારી અંગે શાસકો દ્વારા લેવામાં આવેલો નિર્ણય
ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.ગત વર્ષે તત્કાલીન ચીફ ફાયર ઓફિસર વય મર્યાદાના કારણે નિવૃત્ત
થયા બાદથી ૨૫ ફેબુ્આરી સુધી વહીવટીતંત્ર કે શાસકપક્ષે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને ચીફ
ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ આપવા અંગે પણ એક વર્ષ દરમ્યાન નિર્ણય કયા કારણથી ન કર્યો
?એ અંગે તંત્રમાં કોઈ
બોલવા તૈયાર નથી.

ફાયર વિભાગમાં કઈ કેટેગરીની કેટલી જગ્યા ખાલી?

અમદાવાદ ફાયર વિભાગમાં હાલની પરિસ્થિતિમાં ચીફ ફાયર ઓફિસર
અને એડીશનલ ચીફ ફાયર ઓફિસરની એક-એક જગ્યા
,
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની બે જગ્યા,ડીવીઝનલ
ચીફ ફાયર ઓફિસરની એક જગ્યા મનીષ મોઢને સસ્પેન્ડ કરાયા બાદ ખાલી છે.ઉપરાંત સ્ટેશન
ઓફિસરની સાત જગ્યા
,સબ
ઓફિસરની દસ જગ્યા
,ફાયરમેનની
૬૦થી વધુ જગ્યા
,જમાદારની
૧૦ જગ્યા
, ડ્રાઈવર
કમ પમ્પ ઓપરેટરની ૧૧૦થી વધુ જગ્યા
,સહાયક
ડ્રાઈવરની ૨૦થી વધુ અને ડ્રાઈવર ઈમરજન્સી કેટેગરીની ૩૦ જગ્યા ખાલી છે.વર્કશોપમાં
સોળથી વધુ અને અન્ય સ્ટાફમાં ૧૦ થી વધુ કર્મચારીઓની જગ્યા ખાલી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!