Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

નરોડાથી નારોલનો સર્વિસ રોડ કચરો ઠાલવવાની ડમ્પિંગ સાઇટ બન્યો !

On: February 26, 2022 9:51 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.26 ફેબ્રુઆરી 2022, શનિવાર

પૂર્વમાં નરોડાથી નારોલના પટ્ટામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૮ નો સર્વિસ રોડ કચરો ઠાલવવા માટેની ડમ્પિંગ સાઇટ બની ગઇ છે. રહીશો કચરો ડસ્ટબિનમાં નાંખવાના બદલે સર્વિસ રોડના ડિવાઇડર પર ઠાલવીને જતા રહે છે. રાત્રિ દરમિયાન લઘુગૃહ ઉદ્યોગ, હોટલ-રેસ્ટોરન્ટવાળા, દુકાનો અને નાસ્તા હાઉસવાળાઓ તેમનો દિવસ દરમિયાનનો એકઠો કરેલો કચરો રોડ પર ફેંકી દે છે. 

સોનીની ચાલી પાસે ગીતા ગૌરી સિનેમાની સામેના રોડ પરના સર્વિસ રોડ પર ગંદકી અને કચરાના ઢગલા રાત્રિ દરમિયાન ખડકાઇ જાય છે. રાજેન્દ્રપાર્ક, સીટીએમ, જશોદાનગર, ઇશનપુર, નારોલ, વિરાટનગર, ઠક્કરબાપાનગર, કૃષ્ણનગર, નરોડા વગેરે વિસ્તારમાં સર્વિસ રોડ પર આ દ્રશ્યો જોવા મળે છે.

એકબાજુ સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેરના સત્તાધીશો એવોર્ડ, શિલ્ડ મેળવીને રાજી થાય છે. પરંતુ ગ્રાઉન્ડ રિયાલીટી કંઇક અલગ જ હોય તેવું શહેરના માર્ગો જોતા લાગી રહ્યું છે. શહેરમાંથી કચરો ઉપાડવા માટે  ‘ડોર ટુ ડોર’ કચરો ઉપાડવા માટે કચરાની ગાડીઓ ફરી રહી છે. તેનો મોટો કોન્ટ્રાક્ટ અપાયો છે. ઘરઆંગણાની આ સુવિધા હોવા છતાંય કેમ લોકો કચરો રોડ પર ઠાલવે છે તે ચિંતાનો વિષય છે.

સર્વિસ રોડ પરની ગંદકી શહેરની શોભા ઘટાડે છે. રોગચાળો વકરાવે છે. લોકોની આ અશિસ્ત અને તંત્રના આંખઆડા કાન શહેરીને જ નુકશાન કરી રહ્યા છે. ગેરકાયદે ગમેત્યાં કચરો ઠાલવવાની પ્રવૃતિ બંધ કરાવવી જોઇએ, તંત્રએ શિક્ષાત્મક પગલે લેવા જોઇએ અને લોકો આવી રીતે કચરો ગમે ત્યાં ન નાંખે તે માટેના પ્રયાસો કરવા જોઇએ તેવી માંગણી ઉઠી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!