વડાલી પાલિકાનું રૂ.15.62 કરોડનું પુરાંતવાળુ અંદાજપત્ર મંજૂર કરાયું

On: February 26, 2022 1:34 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડાલી તા. 25

વડાલી નગરપાલિકાનુ વર્ષ ૨૦૨૨/૨૩નંુ ૧૫.૬૨ કરોડનું પૂરાંત
વાળું અંદાજપત્ર ગુરૂવારે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતુ.જે અંતર્ગત શહેરમાં
વિકાસના વિવિધ કામો કરી પાણી પુરવઠાની જલ સે નલ યોજના લાગુ કરી પાલિકાને રીનોવેશન કરી
અપગ્રેડ કરવામાં આવશે.

વડાલી નગરપાલિકાના સભાગૃહમાં ગુરૂવારે પ્રમુખ હંસાબેન સગરની
અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા યોજવામાં આવી હતી.જેમાં ઉપપ્રમુખ જીતુભાઈ પટેલ
,કારોબારી
અધ્યક્ષ જયદીપસિંહ હડીયો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં પાલિકાનંુ  વર્ષ ૨૦૨૨/૨૩ નુ ૧૫.૬૨ કરોડનુ પૂરાંતવાળુ
અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત આગામી વર્ષે શહેરમાં આવાસ યોજના
,
આરસીસી,પેવરબ્લોક રોડ,તેમજ
વિકાસના વિવિધ કામો કરવામાં આવશે.તેમજ સરકારની જલ સે નલ યોજના હેઠળ દરેક અવાસને
જોડી ઘેર ઘેર પાઈપલાઈન દ્વારા પાણી પુરૂ પાડવામાં આવશે. તેમજ મદારી વસાહતમાં
પાણીની ઓવર હેડ ટાંકી અને સંપ બનાવી લોકોને શુધ્ધ પાણી પુરૂ પાડવામાં આવશે.

 પાલિકાના
બિલ્ડીંગને રીનોવેશન કરી અપગ્રેડેશન કરી આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે.
ધરોઈ ત્રણ રસ્તા નજીક આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર આગળ પાલિકા દ્વારા બનાવવામાં આવેલા
શેડ ભાડે આપી લોકોને રોજગારીની તક ઉભી કરીવામાં આવશે જેમાંથી થતી આવકથી શહેરમાં
વિકાસના કામો હાથ ધરવામાં આવશે.આ બજેટને સભામાં ઉપસ્થિત તમામ સભ્યોએ સર્વાનુમતે
મંજુર કર્યું હતુ.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!