વડોદરામાં આવકવેરા વિભાગ ત્રાટક્યું: 30થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન

On: February 24, 2022 10:08 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– બિલ્ડર ગ્રુપો તથા આર્કિટેકટ સપાટામાં

 વડોદરા, તા. 24

વડોદરામાં આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડર દર્શનમ ગ્રુપ અને આર્કિટેકટ સહિત 30થી વધુ સ્થળોએ ઇન્કમટેક્ષ આવકવેરા નું સર્ચ ઓપરેશન આજ સવારથી શરૂ કરવામાં આવ્યું છે .વડોદરામાં કોરોના સમયના દોઢ બે  વર્ષ બાદ આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન શરૂ થતા બિલ્ડરો, વેપારીઓ તથા બીજા ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશનની તૈયારીઓ ગઇ રાતથી કરી દેવામાં આવી હતી. આજે સવારે છ વાગ્યાથી અધિકારીઓની ટુકડીઓ કામે લાગી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ બિલ્ડર દર્શનમ ગ્રુપ ની ઓફીસ, બાંધકામ સાઇટ, વિવિધ પ્રોજેક્ટ, રહેઠાણ તથા તેમના ભાગીદારોને ત્યાં સર્વે નું કામકાજ શરૂ કર્યું હતું.

આ ઉપરાંત આર્કિટેકટ રુચિર શેઠના ડિઝાઇન સ્ટુડિયો ને ત્યાં પણ સવારે આવકવેરા ખાતાના અધિકારીઓની ટુકડી સર્ચ ઓપરેશન માટે પહોંચી હતી.  બીજા ત્રણ બિલ્ડરોને ત્યાં પણ આવકવેરા ખાતું ત્રાટક્યું હતું અને હિસાબો વગેરેની તપાસ શરૂ કરી હતી. જાણવા મળ્યા મુજબ સુરત આઈટી દ્વારા આ ઓપરેશન હાથ ધરાયું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!