સુરતના અડાજણમાં તાપી રિવર ફ્રન્ટના ડોમમાં ફરી ભીષણ આગ લાગતા નાસભાગ

On: February 24, 2022 9:14 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– આગને કંટ્રોલમાં લેવા ત્રણ ફાયર સ્ટેશનના ફાયર કર્મીઓ સ્થળ ઉપર પહોંચ્યા

પ્રતિનિધિ દ્વારા સુરત ગુરૂવાર

અડાજણ વિસ્તારમાં હોપપુલ પાસે આવેલ રિવર ફ્રન્ટ સ્થિત ડોમમાં ત્રણ દિવસ બાદ આજે ફરીથી આગ ભડકી ઉઠી હતી જેના પગલે સ્થાનિકોમાં ભારે નાશભાગ મચી ગઈ હતી. જ્યારે ત્યાં નજીકમાં મુકેલો ભંગારનો લારી સહિતનુ સામાનખેડવામાં આવ્યો હતો.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી તેની વિગત મુજબ અડાજણ વિસ્તારમાં રિવર ફ્રન્ટ પાસે આવેલા મનોરંજન માટે બનાવેલા ડોમમાં આજે સવારે કલાકે અચાનક આગ ભડકી ઉઠી હતી. જોત જોતામાં આગની જવાળાઓ અને ઘુમાડો દૂર દૂર સુધી દેખાવવા લાગ્યો હતો.બીજી બાજુ ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે નાશભાગ મચી ગઈ હતી. ડોમની પાસે સ્થાનિક રહીશોએ પોતાના ભંગારનો લારી સહિત વિવિધ વસ્તુઓ સહીતનું સામાન પણ મૂકેલું હતું.જે બચાવવા માટે લોકો દોડાદોડી કરવા લાગ્યા હતા. જોકે પોલીસ જવાનોએ ભંગારની ચીજ વસ્તુઓ ત્યાંથી તાકીદે ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે ફાયર કન્ટ્રોલમાં જાણ કરવામાં આવતા અડાજણ, મુગલીસરા અને મોરાભાગલ ફાયર સ્ટેશનથી ફાયર કર્મીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ સહિત ઘટના ઉપર કાબુ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરાયા હતા.વધુમાં ફાયર ઓફિસર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે એક કલાકની જહેમત બાદ આગ અને ઘટના પર સંપૂર્ણ રીતે કાબુમાં લઇ લેવામાં આવ્યો.તેમજ ડોમની નજીકમાં સ્થાનિકો દ્વારા મુકવામાં આવેલા ભંગાર સહીત કાટમાળ પણ પોલીસ દ્વારા ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.જોકે હાલમાં આગ લાગવાનો ચોક્કસ કારણ જાણવા નહીં મળ્યું છે. આગના લીધે ડોમનો બચી ગયેલો કેટલોક ભાગ પણ બળી ગયો છે. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી.

નોંધનીય છે કે ૩ દિવસ પહેલા પણ બપોરના સમયે આ ડોમમા ભીષણ આગ લાગી હતી. ત્યારે આજે સવારે ફરીથી આગ લાગતા ઘટનાને લઈને અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા હતા.વધુમાં જાણવા મળ્યું છે કે લોકોના મનોરંજન માટે આ ડોમ બનવવામાં આવ્યો છે જોકે, ઘણા સમયથી બંધ છે.



[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!