[ad_1]
ભુજ,બુધવાર
મુંદરા પોર્ટાથી વધુ એક વખત નિકાસ કરાતો રક્ત ચંદનનો જથૃથો પકડાયો છે. ફરી એક વખત ડિરેક્ટર ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સને મળેલી ગુપ્ત માહિતીના આાધારે ચીનમાં નિકાસ આૃર્થે પોર્ટ પર આવેલા એક કન્ટેનરની તપાસ દરમિયાન ચોખાના જથૃથા સાથે છૂપાવી લઈ જવાતા રક્તચંદનનો જથૃથો કબજે કર્યા છે.
મળતી માહિતી અનુસાર, ડીઆરઆઈએ બાતમીના આાધારે નિકાલ આૃર્થે પોર્ટ પર આવેલા કન્ટેનરની તપાસ કરી હતી જેમાંથી પ્રતિબંિધત એવા રક્તચંદનનો મસમોટો જથૃથો મળી આવ્યો હતો. જે બાદ ડીઆરઆઈએ વધુ ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જાણવા મળ્યા પ્રમાણે, કન્ટેનરમાં ચોખા હોવાનો જાહેર કરી તેમાં લાલ ચંદનનું નિકાસ કરવામાં આવી રહ્યુ હતુ. જો કે, તેનો ડીઆરઆઈએ પર્દાફાશ કર્યો હતો. જો કે, રકત ચંદનનો જથૃથો કેટલો છે, કેટલા રૃપિયાના છે? તેની વિગતો તપાસ ચાલુમાં હોવાથી એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યુ નાથી.
સપ્ટેમ્બર ૨૦૨૧ દરમિયા મુંદરા પોર્ટ ઉપર ૩ હજાર કિલો કરોડો રૃપિયાનો રકત ચંદનનો જથૃથો પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ કચ્છમાંથી મુંદરા પોર્ટ પર અવારનવાર લાલ ચંદનનો જથૃથો પકડી પાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે ભારતના દક્ષિણી પૂર્વી ઘાટમાં આ લાલ ચંદનના વૃક્ષો મોટી માત્રામાં આવેલા છે. આ વૃક્ષોને કાપવા અને તેના વેંચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલુ છે. પણ ચીનમાં આ રકતચંદનનું સાંસ્કૃતિક મહત્વ હોવાથી ભારતમાંથી ગેરકાયદેસર રીતે આ લાકડુ ચીન મોકલવામાં આવે છે.
[ad_2]
Source link






