16 વર્ષની તરૂણીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવાને કુંવારી માતા બનાવી

On: February 23, 2022 10:43 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– પ્રિમેચ્યોર પ્રસુતિમાં મૃત બાળકનો જન્મઃ પેટમાં દુઃખાવો થતા ગર્ભપાતની બે-ત્રણ ગોળી લીધી છતા ફેર નહીં પડતા સ્મીમેરમાં લઇ જવાઇ હતી
– તરૂણી ગર્ભવતી હોવાનો સ્મીમેરમાં ઘટ્સ્ફોટ થતા પરિવારને જાણ થઇ, દુષ્કર્મ બદલ 19 વર્ષના લબરમૂછીયા તાહા કલામવાલાની ધરપકડ

સુરત
શહેરના સગરામપુરા વિસ્તારમાં રહેતી તરૂણીને વિધર્મી યુવાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચે શરીરસંબંધ બાંધી ગર્ભવતી બનાવતા મામલો અઠવાલાઇન્સ પોલીસમાં પહોંચ્યો છે. તરૂણીને પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાતા વિધર્મી યુવાનનું કારસ્તાન બહાર આવ્યું હતું.
સગરામપુરા વિસ્તારમાં રહેતી શીતલ (ઉ.વ. 16 નામ બદલ્યું છે) હાલમાં બ્યુટી પાર્લરનો કોર્ષ કરે છે. એકાદ વર્ષ અગાઉ તેની બહેનપણી હસત્ક તાહા અબ્દુલ રઝાક કલામવાલા (ઉ.વ. 19 રહે. સગરામપુરા) સાથે પરિચય અને ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જે અંતર્ગત તાહા અને શીતલ સમયાંતરે મળતા હતા. દરમિયાનમાં શીતલ ઘરે એકલી હતી ત્યારે તાહા મળવા માટે ઘરે ગયો હતો અને બંનેએ એકાંત માણ્યું હતું. ત્યાર બાદ પણ તેઓ અનેક વખત એકલા મળ્યા હતા. પરંતુ ચારેક દિવસ અગાઉ શીતલને પેટમં દુખાવો થતા પોતે ગર્ભવતી હોવાની જાણ થઇ હતી. પોતે સગીર હોવા છતા પ્રેમસંબંધમાં ગર્ભવતી થઇ હોવાથી ગર્ભપાતની બેથી ત્રણ ગોળી લીધી હતી. પરંતુ શીતલનો દુખાવો બંધ થયો ન હતો અને દવા પણ અસર કરી ન હતી.

જેથી તેના પરિજનો સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઇ ગયા હતા જયાં તબીબોએ શીતલને 7 મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા પરિજનો ચોંકી ગયા હતા અને આ અંગેની જાણ અઠવાલાઇન્સ પોલીસને કરી હતી. બીજી તરફ શીતલે ગર્ભપાત માટે લીધેલી દવાની આડ અસર થતા તેને પ્રિમોચ્યોર ડિલીવરી થઇ હતી અને તેણે મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટનામાં અઠવાલાઇન્સ પોલીસે તાહા અબ્દુલ રઝાક કલામવાલા વિરૂધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે તાહા અબ્દુલ (ઉ.વ. 19) સીસીટીવ ઇન્સ્ટોલેશનનું કામ કરે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!