762 કરોડના બિલિંગ કૌભાંડમાં એટીએસે ભાવનગરના નિલેશ પટેલની ધરપકડ કરી

On: February 23, 2022 8:00 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભાવનગર, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર

જુલાઈ-2021મા સ્ટેટ જી.એસ.ટી દ્વારા રાજ્યમાં મોટા પાયે સર્ચ સીઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમા માલ અને સેવાના સપ્લાય વગર ફક્ત બિલ બનાવી તે બિલ પર ટેક્ષ ક્રેડિટ લેવામાં આવતો હતો. જેમાં ભાવનગરમાંથી સ્ટેટ જી.એસ.ટી દ્વારા મોટુ કૌભાંડ શોધી કાઢવામાં આવ્યુ. જેમાં માધવ કોપર.લી. ભાવનગરના ચેરમેન નિલેશ પટેલ દ્વારા 762 કરોડનુ બિલિંગ કૌભાંડ કરવામાં આવ્યુ.

સ્ટેટ જી.એસ.ટી દ્વારા તેમના ઘરે તથા ઓફિસ ખાતે સર્ચ અને સીઝરની કાર્યવાહી થઈ, તે પોતાની ધરપકડ ટાળવા માટે પ્રયત્નો કરતો રહ્યો. તે દરમિયાન સ્ટેટ જી.એસ.ટી દ્વારા તા. 20 ફેબ્રુઆરી 2022ના રોજ અમદાવાદમાં તેની ધરપકડના પ્રયત્નો કરતા તે તેમની ગાડીને ટક્કર મારી ભાગી ગયા હતા. આ બાબતે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો છે.

નિલેશ પટેલએ સરકાર સાથે ખૂબ મોટા પ્રમાણમા કર ચોરી કરી સરકારી અધિકારીઓની કાયદેસરની કાર્યવાહીમાં રૂકાવટ ઉભી કરી તેઓને ગંભીર ઈજા પહોંચાડી ગંભીર ગુનો કર્યો છે. નિલેશ પટેલ બાબતે એ.ટી.એસના મદદનીશ પોલીસ કમિશ્નરને મળેલી બાતમીના આધારે ગુજરાત એ.ટી.એસના પોલીસ ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા આરોપી નિલેષ નટુભાઈ પટેલ રહે, પટેલ પાર્ક, એરપોર્ટ રોડ, ભાવનગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે જી.એસ.ટી વિભાગ અમદાવાદને સોંપી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!