વાગડોદ નજીક ડમ્પર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં માતા-પુત્રી તેમજ પુત્રનું મોત

On: February 22, 2022 3:25 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાટણ,
તા.21

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતની ઘટના
સર્જાઈ રહી છે. જેમાં નિદોર્ષ માનવ જીંદગીઓ મોતના મુખમાં ધકેલાતી હોય છે. ત્યારે
સોમવારના રોજ પાટણ જિલ્લા વાગડોદ માર્ગ પર બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર
અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના  મોત
નિપજતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.

સરસ્વતી તાલુકાના રેચવી ગામનો પરિવાર બાઈક ઉપર વાગડોદ હાઈવે
માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલા ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર પૂરઝડપે
અને ગફલતભરી રીતે હંકારી બાઈક સાથે સામેથી અથડાવતા બાઈક સવાર પરિવારમાં માતા અને પુત્રીનુ
ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલક પુત્રને
ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું પણ સારવાર દરમિયાન
મોત નિપજતા પરિવાર અને ગામમાં શોક છવાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશના પંચનામા
કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે
, પાટણ જિલ્લાનાં હાઈવે માર્ગ પરથી બેફામપણે વાહનચાલકો પોતાના
વાહનો હંકારી રહ્યા હોય છેલ્લા કેટલાક દિવસોથી માગ અકસ્માતની ઘટના વધી રહી છે. જેમાં
અનેક નિર્દોષ માનવ જીંદગી આવા અકસ્માતનાં બનાવમાં મોતને ભેટી રહ્યા છે. ટ્રાફિક પોલીસ
દ્વારા બેફામ દોડતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!