Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પાકિસ્તાનથી આવેલ હિન્દુ પરિવારની દિકરીના લગ્નમાં શરણાઇના સૂર ગુંજ્યા

On: February 18, 2022 4:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,
તા.17

મહેસાણા જિલ્લાના કુંકસ ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી વસવાટ
કરતા પાકિસ્તાની હિન્દુઓના સાત પરિવારોને ગામના સેંધાભાઇ મિત્ર મંડળ તેમજ અન્ય
દાતાઓ મારફતે પ્રાથમિક સુવિધાઓથી માંડી શિક્ષણ
, રોકાણ તેમજ દિકરીઓના લગ્નનો ખર્ચ ઉપાડી કુકસ ગામમાં માનવતા
મહેંકી ઉઠી છે. આ ગરીબ પરિવારની એક દિકરીના તાજેતરમાં લગ્ન યોજાવાના હોઈ તેમની મદદ
માટે ગામ લોકો કરીયાવર સહિત દોઢ લાખનો ખર્ચ ઉપાડી દિકરીને વિદાય આપી હતી. ગામની
સહાનુભૂતિ રૃપી એકતા જોઈ આ પાકિસ્તાનથી આવેલો પરિવાર ભાવવિભોર બની ગયો હતો.

આજથી ત્રણેક વર્ષ પહેલાં પાકિસ્તાનમાંથી આવેલ સાત હિન્દુ
પરિવારના ૪૦ જેટલા સભ્યોએ કુકસ ગામમાં આશરો મેળવ્યો હતો. શરૃમાં તેઓની પાસે કોઇ જ
રોજીરોટી મેળવવાનું સાધન કે રહેઠાણ પણ ન હતું. ત્યારે  કુકસ ગામની એકતાની ભાવના સાથે સામાજિક કાર્યકર
સેંધાભાઇ ચૌધરી કે જેઓ એક ખેડૂત પુત્ર છે. તેમણે ગામના સામાન્ય માનવીની જેમ મદદરૃપ
બની રહ્યા છે. સેંધાભાઇ ચૌધરીએ ગામના મિત્રો મંડળ પાસેથી ફાળો એકત્રિત કરી
પરિવારોને મદદરૃપ બની રહ્યા છે. આ પરિવારોમાંનું એક કંુટુંબ ધરાવતા કેતનભાઇના
પરિવારમાં પાંચ સભ્યો છે. જેમાંથી એક દિકરી રામીબેનના લગ્ન તા.૧૭/૨/૨૨ના રોજ  યોજાયા હતા. જેની જાન રાધનપુરના દેવ ગામથી આવી
હતી. રામસિંહભાઇ રાધનપુરમાં વસતા પાકિસ્તાની હિન્દુ પરિવારના પુત્ર અબાભાઈ સાથે
લગ્નના બંધને બંધાયા છે. જેમાં મંડપ ડેકોરેશન
, દિકરીના કપડાં અને દાગીના સહિતનો ખર્ચ સેંધાભાઇ ચૌધરી અને
મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યા હતો. લગ્નમાં ગામલોકોએ અંદાજે દોઢ લાખનો ખર્ચ
ઉપાડી લેતાં ગરીબ પરિવારોમાં આનંદનો માહોલ સર્જાયો હતો. અને સૌએ સાથે મળી દિકરીને
વિદાય આપી હતી.

શરણાર્થી પરીવારોને રહેઠાણ, પાણી,
વિજળીની સુવિધા આપી

 પાકિસ્તાનથી
શરણાર્થી તરીકે કુકસમાં આવેલા ૪૦ જેટલા સભ્યોને ગામલોકોએ રૃ.૧૦
,૦૦૦ની મદદ કરી
છાપરા બનાવી આપ્યા હતા. તેમજ રૃપિયા ૧ લાખનું દાન મેળવી પાણીની ટાંકી
, હવાડો  તેમજ છાપરાઓમાં લાઇટની સુવિધા કરાવી આપી છે. આ
પરિવારોના ૪૦ સભ્યોને આધાર તેમજ ૨૮ જેટલા બાળકોને શિક્ષણ મળે તે માટે શાળામાં
એડમીશન અપાવી પરદેશી પરિવારને સહાય ભુત થયા છે.

અગાઉ ત્રણ દિકરીઓના લગ્ન કરાવ્યા હતા

સને ૨૦૨૦માં આ પરિવારો પૈકી
મીડુભાઇના પરિવારની બે દિકરીઓ નીલુબેન અને જમનાબેનના લગ્ન કરાવ્યા હતા. તેમજ ૬ માસ
બાદ કાનજીભાઇની દિકરી વાલીબેનના લગ્ન કરાવ્યા હતા. આમ છેલ્લા ત્રણ વર્ષમાં  સેધાભાઇ મિત્ર મંડળ અને ગ્રામજનોએ આજ સુધીમાં ચાર
દિકરીઓના લગ્નનો ખર્ચ ઉઠાવ્યો છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!