ધરમપુરના ગુંદીયામાં આદિવાસી યુવક નો કમાલ,પાણી ની તંગી વાળા ક્ષેત્ર માં કૃત્રિમ તળાવ બનાવી માછલી ઉછેરી કરે છે અઢળક કમાણી 

On: February 18, 2022 4:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વર્તમાન સમય માં સોસીયલ મીડિયાના જેટલા ગેર ફાયદા છે એટલા જ બહુ મૂલ્ય ફાયદા પણ છે ધરમપુર ના યુવાને સોસીયલ મીડિયા ના માધ્યમ દ્વારા જાણકારી મેળવી ને પાણીની આછત પડે તેવા વિસ્તાર માં કૃત્રિમ તળાવ બનાવી ને માછલી નો વ્યવસાય શરૂ કર્યો 

ધરમપુર થી 35 કિમિ દૂર આવેલ ગુદીયા ગામે મુલગામ ફળીયા માં રેહતા હરીશ બી પઢેર જેઓ એમ એ નો અભ્યાસ ફેશન ડિઝાઇન માં કરી ચુક્યા છે જોકે 2019 માં તેમના પિતા ના અવસાન બાદ ઘર ની તમામ જવાબદારી તેમના ઉપર આવી પડતા તેઓ સુરત છોડી ને પોતાના વતન ગુંદીયા આવી ગયા જ્યાં તેમણે કૈક અલગ વ્યવસાય કરવા ની ધૂન લાગી અલગ અલગ સ્થળે તમામ વિગતો મેળવી પણ સંતોષ ન જણાતા તેમને સોસીયલ મીડિયા ના માધ્યમ માધ્યમ દ્વારા માછલી ઉછેર અંગે ના વ્યવસાય ની માહિતી મેળવી અને પ્રારંભ થયો માછલી ઉછેર નો વ્યવસાય ગુંદીયા જેવા ડુંગરાળ અને અંતરિયાળ ગામમાં તેમણે કૃત્રિમ તળાવ બનાવી ને મચ્છી પાલન શરૂ કર્યું 

હાલ માં તેઓ રોઈ,કટલા, ચાઈનીઝ પાપ્લેટ, તેમજ ગ્રાસકાપ,જેવી અનેક પ્રજાતિની માછલી નો તેઓ ઉછેર કરે છે એટલું જ નહીં આ વિસ્તાર માં જેની સૌથી વધુ માંગ છે તે પાલવા (પંકજ) જેવી પ્રજાતી ની માછલી ઓ પણ તેઓ ઉછેરે છે 8 માસ માં માછલી ઓ તૈયાર થઈ જાય છે એટલે કે ઓગસ્ટ માસ માં બિયારણ નાખ્યા બાદ માર્ચ એપ્રિલ માં માછલી વેચાણ લાયક થઈ જાય છે 

માછલી નું બિયારણ તેઓ કલકત્તા થી મંગાવે છે અને હાલ માં તૈયાર માછલી જથ્થાબંધ ભાવે કિલોના 200 રૂપિયા નું વેચાણ છે તેમની પાસે ખરીદી કરવા માટે સ્થાનિકો તો આવે જ છે સાથે સાથે મહારાષ્ટ્ર ના વેપારી ઓ પણ અહીં આવે છે હરીશ ભાઈ નું કહેવું છે કે તેમને ઇન્વેસ્ટ કરેલા દોઢ લાખ રૂપિયા પૈકી દર વખતે 75000 જેટલું વળતર મળે છે 
તેમને જોઈ હવે આસપાસ ના યુવાનો પણ તેમની પાસે માછલી ઉછેર અંગે ની ટિપ્સ લેવા આવી રહ્યા છે આમ એક સામાન્ય યુવાને સોસીયલ મીડિયા ના માધ્યમ થી પાણી ની અછત વાળા વિસ્તાર માં મચ્છી પાલન શરૂ કર્યું છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!