[ad_1]

– પાલિકાના ફાયર બ્રિગેડે દસ મિનિટ બાદ આગને કાબુમાં લીધી
પ્રતિનિધિ દ્વારા સુરત બુધવાર
સુરત મહાનગરપાલિકાની બજેટની સામાન્ય સભામાં મોડી રાત્રે શોર્ટ સર્કિટ થઈ હતી. વિપક્ષના કોર્પોરેટર બજેટ પર પોતાનો અભિપ્રાય આપી રહ્યા હતા ત્યારે શોર્ટ સર્કિટ થઈ હતી. પાલિકાના ફાયર બ્રિગેડે દસેક મિનિટમાં જ સ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી.

સુરત પાલિકા કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટ માટે બજેટની ખાસ સામાન્ય સભા માં શાસક પક્ષ વિપક્ષના નગરસેવકો દ્વારા વિસ્તૃત ચર્ચા શરૂ કરવામાં આવી છે.
આજે દિવસ દરમિયાન શાસક પક્ષ ભાજપ અને વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી દ્વારા બજેટ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બજેટ ની સભા મોડી રાત સુધી ચાલતી હતી ત્યારે દસેક વાગ્યાની આસપાસ સરદાર ખંડમાં શોર્ટ સર્કિટ થતા આ ધૂમાડો નિકળવા લાગ્યો હતો. થોડો સમય ધુમાડા સાથે આગ લાગતાં એક પછી એક કોર્પોરેટરો સભાખંડની બહાર નીકળી ગયા હતા. પાલિકાના ફાયર બ્રિગેડ રે આગ ઓલવવાના સાધનોની મદદથી થોડી જ વારમાં આગ પર કાબુ લીધો હતો. આગની આ ઘટનાને કારણે આજની સામાન્ય સભા પૂરી થયેલી જાહેર કરી દેવામાં આવી હતી.
[ad_2]
Source link






