આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કરેલા મહિલા કોર્પોરેટરને ભાજપમાં પ્રવેશ અપાયો

On: February 15, 2022 1:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– અમદાવાદ ખાતે કુંદન કોઠીયાએ કેસરીયો ખેસ ધારણ કર્યો : હજી બે મહિલા કોર્પોરેટરો ભાજપમાં પ્રવેશે તેવી અટકળ

સુરત : સુરત મ્યુનિ.ના વિરોધ પક્ષ આમ આદમી  પાર્ટીના મહિલા કોર્પોરેટર સંપર્ક વિહોણા થતાં તેમને ગઈકાલે રાત્રે સસ્પેન્ડ  કરી દેવામા આવ્યા હતા. આપમાંથી સસ્પેન્ડ કરાયેલા આપના મહિલા કોર્પોરેટર આજે ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે કેસરીયો ધારણ કર્યો હતો. આ ઉપરાંત આગામી દિવસોમાં વધુ બે મહિલા કોર્પોરેરો ભાજપમાં જોડાય તેવી શક્યતા વધુ પ્રબળ બની રહી છે.  સસ્પેન્ડ કરાયેલા મહિલા કોર્પોેરેટર ભાજપમાં  જોડાવવાની સાથે જ ભુતકાળમાં  તેઓએ કરેલા આક્ષેપના વિડિયો આમ આદમી પાર્ટી દ્વારા વાઈરલ કરી દેવામાં આવ્યા છે.

સુરત મ્યુનિ.માં એક સાથે ૨૭ બેઠક જીત્યા બાદ આમ આદમી પાર્ટી પોતાના કોર્પોરેટરોએ એક સાથે રાખી શકી નથી. પક્ષનો આંતરિક ખટરાગ અને નેતાઓની સામે રોષની વાત એક સાથે પાંચ કોર્પોરેટરોએ ભગવો ધારણ કર્યો તેઓએ કરી હતી. ત્યાર બાદ  સતત આમ આદમી પાર્ટીના વધુ કોર્પોરેટરો તુટે છે તેવી અટકળ થતી હતી. તેની સામે આપના નેતાઓ દાવા સાથે તમામ ૨૨ કોર્પોરેટરો સાથે છે અને હવે કોઈ પક્ષ છોડી નહીં જાય તેવો દાવો કરવામા આવ્યો હતો. 

જોકે, ગઈકાલે અચાનક જ વોર્ડ નંબર ૪ના મહિલા કોર્પોરેટર કુંદન કોઠીયા અને તેમના પતિ સંપર્ક વિહોણા થયાની વાત વિપક્ષી નેતાએ કબુલી હતી. ત્યાર બાદ મોડી રાત્રીએ તેમને અચાનક સસ્પેન્ડ કરવાની  જાહેરાત કરી દીધી હતી. આ જાહેરાત બાદ આજે મોડી સાંજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કુંદન કોઠીયા ભાજપમાં જોડાયા હતા. કુંદન કોઠીયા સાથે આપમાથી  ભાજપમાં છ કોર્પોરેટરો જોડાયા છે અને હજી પણ બે મહિલા સહિત ત્રણ કોર્પોરેટરો આપ છોડી દે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. 

કુંદન કોઠીયાએ ભગવો ધારણ કરતાં સુરત આપના નેતાઓએ તેઓએ ઓડિયો ક્લીપ પ્રકરણમાં સાથી કોર્પોરેટરને ક્લીન ચીટ આપી હતી તે વિડિયો વાઈરલ કરી રહ્યાં છે. અને ઓડિયો ક્લીપ પ્રકરણમાં આપના સાથી કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયા નિર્દોષ હોવાનું જાહેર કરી રહ્યાં છે. આ જોતા આગામી દિવસોમાં આ ક્લીપ પ્રકરણમાં વધુ ખુલાસા થાય અને આપના કોર્પોરેટરો સામે વધુ ગંભઊીર આક્ષેપ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. આ ઉપરાંત પાલિકાની બજેટની સમાન્ય સભા પહેલાં  વ આપના બે મહિલા કોર્પોરેટર સહિત વધુ ત્રણ કોર્પોરેટરો ભાજપમાં જોડાય તેવી શક્યતા પ્રબળ બની છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!