સુરતના માજી કોર્પોરેટર દિપક આફ્રિકાવાલાની એન્ટીક કારની ચોરી

On: February 15, 2022 8:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– કાર એન્ટીક હોવાથી વર્ષ 2002થી કાર ફેરવતા ન હતાઃ રાંદેર રોડ પર પોતાની માલિકીની ખુલ્લી જગ્યામાં કાર પાર્ક કરી હતી

– લોક્ડાઉન બાદ ચોરી થઇ પરંતુ ફરીયાદ ગત રોજ નોંધાવી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર

સુરતના ગોપીપુરા વિસ્તારના માજી કોર્પોરેટર અને વ્યવસાયે વકીલ એવા દિપક આફ્રિકાવાલાની રાંદેર રોજ બેજનવાલા કોમ્પ્લેક્ષની પાછળ ખુલ્લી જગ્યામાં પાર્ક ટોયેટા ક્રાઉન (એન્ટીક સલુન કાર) કિંમત રૂ. 1 લાખની લોક્ડાઉન બાદ ચોરી થઇ જતા છેક ગત રોજ રાંદેર પોલીસમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી.

સુરત શહેરના ગોપીપુરા સ્થિત હિન્દુ મિલન મંદિર નજીક એનીબેસન્ટ હોલ સામે ઘર નં. 10/1688-89 માં રહેતા માજી કોર્પોરેટર એવા વ્યવસાયે વકીલ દિપક ઇશ્વરલાલ આફ્રિકાવાલા (ઉ.વ. 58) એ ભત્રીજા જીતેશ અરવિંદ આફ્રિકાવાલાના નામે મુંબઇ ખાતેથી ખરીદેલી ટોયેટા ક્રાઉન (એન્ટીક સલુન કાર) નં. એઆરએચ-1711 ખરીદી હતી. આ કાર એન્ટીક હોવાથી વર્ષ 2002થી ફેરવતા ન હતા અને રાંદેર રોડ તાડવાડી સ્થિત બેજનવાલા કોમ્પ્લેક્ષની પાછળ શ્રી રો હાઉસની બાજુમાં પોતાની ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી. પરંતુ લોક્ડાઉન બાદ આ કાર ચોરી થઇ ગઇ હતી. જેથી વકીલ દિપક આફ્રિકાવાલાએ જાતે જ કારની શોધખોળ કરી હતી પરંતુ પત્તો નહીં મળતા છેવટે ગત રોજ રાંદેર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે કાર લોક્ડાઉન બાદ ચોરી થઇ હતી પરંતુ ફરીયાદ ગત રોજ નોંધાવતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!