[ad_1]
તલોદ તા. 11
તલોદ ખાતે આજે તલોદ
તાલુકા યુથ કોંગ્રેસ સમિતિના ઉપક્રમે સરકારી નોકરીઓ માટેના પરીક્ષાના પેપર ફૂટવાની
ઘટનાઓ બાબતે તથા અવારનવાર પરીક્ષાઓ બંધ રાખવાના સરકારના નિર્ણયો સામે વિરોધ પ્રદર્શન
કરવામાં આવ્યું.
આજે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની આગેવાની હેઠળ રેલીનું
અને મામલતદારને આવેદન પત્ર આપવાના કાર્યક્રમનું
આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં દેખાવકારો અને તેના કરતાં અનેક ગણી વધુ સંખ્યામાં પોલીસ સ્ટાફ ખડકાઈ ગયો હતો.
યુવા કોંગ્રેસએ દાવો કર્યો હતો કે, વર્તમાન સરકાર પેપર
ફોડ સરકાર છે અને પરીક્ષા રદ સરકાર છે .જે
યુવાનોના ભાવિ સાથે ચેડાં કરી રહી છે.
જેનો સખત વિરોધ કરવા આજે તલોદ ટાવર વિસ્તારમાં આવેલી સુભાષબાબુની
પ્રતિમા સામે દેખાવો અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું .બાદ તલોદ મામલતદારને આવેદન
પત્ર આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
યુથ કોંગ્રેસની આ રેલી પ્રસ્થાન પામીને બજાર તરફ આગળ વધે તે પહેલાજ તલોદ પીએસઆઈ
બી.ડી.રાઠોડની ટીમે ત્રાટકીને કુલ.૨૩ દેખાવકારોની
અટકાયત કરી હતી.જેઓને પોલીસ વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.બાદમાં
મુક્ત કરવામાં આવ્યા હતા.
[ad_2]
Source link






