[ad_1]

અમદાવાદ, તા. 08 ફેબ્રુઆરી 2022 મંગળવાર
26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરમાં જે 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. અમદાવાદ સ્પેશિયલ કોર્ટે આજે આ મામલે ચુકાદો સંભળાવ્યો છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં 49 આરોપી ઠર્યા છે. જોકે 77 માંથી કુલ 28 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા છે. તો 49 આરોપીઓ દોષિત જાહેર કરાયા છે.
દોષિત ઠરેલા આરોપીઓને આવતીકાલે સજા સંભળાવવામા આવશે. બુધવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ સજા સંભળાવવામાં આવશે.
ચાર્જશીટ મુજબ ક્યા આરોપીની શું ભૂમિકા?
– આમીર રઝાક ખાનઃ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન હુજી (હરકત ઉલ જિહાદ અલ ઈસ્લામી)નો માસ્ટરમાઈન્ડ
– રિયાઝ ભટકલ અને ઈકબાલ ભટકલઃ આમીર રઝાકખાનના ઈશારે સિરિયલ બ્લાસ્ટ કરાવવા ભારતમાં માસ્ટર માઈન્ડ
– અબ્દુલ સુભાન ઉર્ફે તોકીરઃ રિયાધ અને ઈકબાલ ભટકલના માર્ગદર્શન હેઠળ નાણાંકીય મદદ મેળવી કાવતરૂં પાર પાડ્યું અને બ્લાસ્ટ પહેલાં રોક શકો તો રોક લો ઈ-મેઈલ ચેનલોને કર્યાં
– સિબલીઃ કેરળના વાઘામોન કેમ્પનો આયોજક, કાવતરૂં અને મહત્વની ભૂમિકા
– સફદર નાગોરીઃ હાલોલ-વાઘામોન કેમ્પ તેની સુચનાથી યોજાયાં અને મુખ્ય ષડયંત્રકાર પૈકીનો એક
– મુફ્તી અબુબશરઃ કેમ્પમાં ઉશ્કેરણીજનક ભાષણો, આલમઝેબના ઘરે રોકાઈ જેહાદી તથા બોમ્બ બનાવવાની રીત અને કેમિકલની વિગતો ડીવીડી જોઈ મેળવી
– અમદાવાદમાં રેકી અને બોમ્બ સાથેની સાઈકલો અને બોમ્બ પ્લાન્ટ કરી દિલ્હી ભાગેલા 15 આરોપીઃ જીશાન, ઝીયા ઉર રહેમાન, મોહમંદ સૈફ, સાકીબ, મોહંમદ શકીલ, આતીફ મોહમદ સાજીદ, સૈફૂર, જુનેદ, મિરઝા સાદાબ, સાજીદ, મોહમદ ખાલીદ, આરીફ, સલમાન અને અફઝલ ઉસ્માની.
– કમરૂદ્દીનઃ અમદાવાદ- સુરત બ્લાસ્ટનું કાવતરૂં ઘડ્યું સાઈકલો, ગેસના બાટલો ખરીદી દિલ્હીથી આવેલા શખ્સો પાસે રેકી કરાવી બોમ્બ મુકાવ્યા. મોહમદ સાજીદ પાસે બોમ્બ બનાવડાવ્યા અને પ્લાન્ટ કરવામાં મહત્વની ભૂમિકા
– આલમઝેબ અફ્રિદીઃ સાઈકલો ખરીદી ઉપરાંત નારોલમાં બોમ્બ મુક્યો. બ્લાસ્ટ પછી જેહાદી સાહિત્ય કુવામાં ફેંક્યું
– અબ્દુલ રઝીકઃ તોકીર અને કયામુદ્દિનના કહેવા મુજબ એલજી હોસ્પિટલ સહિતના સ્થળોએ રેકી, સાઈકલ અને ગેસ સિલિન્ડર ખરીદી. બાપુનગરમાં પાન પાર્લર પર સાઈકલ મુકી બ્લાસ્ટ
– મોહમદઅલીઃ વાઘામોન કેમ્પમાં હાજરી ઉપરાંત તોકીર, રઝીક સહિતના આરોપીને રાંચી, શિવલીમાં આશ્રય
– સલીમ સિપાઈઃ બોમ્બની તાલીમ અને કાવતરૂં
– જાહીદ શેખઃ વાઘામોન અને હાલોલ કેમ્પમાં હાજરી, બાઈક- સીમકાર્ડ લાવ્યો તેમજ તોકીર અન્યોને મકાનની સુવિધા અપાવી
– ઈમરાન શેખઃ વાઘામોન, હાલોલ કેમ્પ અને સિમીની બેઠકોમાં હાજરી. હાલોલમાં ટેન્ટ તેમજ ટાટા સુમોની વ્યવસ્થા તેમજ મહત્વના આરોપીને ઘરમાં આશ્રય
– ઈકબાલ શેખ અને ગ્યાસુદ્દીન શેખઃ હાલોલ કેમ્પ, સિમીની બેઠકમાં હાજરી
– – સમસુદ્દીન શેખઃ સીમીની મિટિંગમાં ઉશ્કેરણીજનક ભાષણો ઉપરાંત તોકીર, કયામુદ્દીનને ઘરમાં આશ્રય
– મોહમદ આરીફ કાગઝીઃ સિમીનો આગેવાન અને બન્ને કેમ્પમાં ભાષણો
– ઉસ્માન અગરબતીવાલાઃ હાલોલ કેમ્પમાં તાલીમ, હથિયારો-પાઈપ બોમ્બ બનાવવા તોકીરને ઈન્ટનેટથઈ માહિતી આપી. બશર અને તોકીરને ભાગવામાં મદદ
– યુનુસ મનસુરીઃ હાલોલ કેમ્પમાં હાજરી, જાહીદ પાસેથી પૈસા બશર અને તોકીરને આપ્યા અને પુસ્તક વાંચી દારૂગોળો બનાવવા નક્કી કર્યું
– કમરૂદ્દીન નાગોરીઃ બન્ને કેમ્પમાં ભાષણો, કયામુદ્દીનને હથીયાર, દારૂગોળો આપ્યા અને કાવતરામાં મહત્વની ભૂમિકા
– આમીર પરવેઝઃ બન્ને કેમ્પમાં હાજરી, ભાષણો અને કાવતરામાં મહત્વની ભૂમિકા
– અબ્બાસ સમેજાઃ હાલોલ કેમ્પનો ફિઝીકલ ઈન્સ્ટ્રક્ટર, નાગોરીને ભૂજના સાઈબર કાફેમાં લઈ ગયો હતો
– નવેદ કાદરી અને ઉમર કબીરાઃ સિમીના બેઠકોમાં હાજર રહી આતંકવાદી તાલીમની ડીવીડી અન્યોને બતાવી
– જાવેદ અહેમદ શેખઃ અબ્દુલ રઝીક અને તોકીરને રહેવાની વ્યવસ્થા
– રઝીઉદ્દીન નાસરઃ પાકિસ્તાનમાં આતંકી તાલીમ લઈ વાઘામોનના જંગલમાં વીસીડી સાથે માર્ગદર્શન આપ્યું
– અતિક-ઉર-રહેમાન, મહેંદી હસન અને ઈમરાન અહેમદઃ રાજસ્થાનથી આવી હાલોલના કેમ્પમાં આતંકી તાલીમ મેળવી
– એયાઝ સૈયદઃ અબુબશરને મકાનની વ્યવસ્થા, રઝીકના માર્ગદર્શનથી શહેરમાં રેકી અને નરોડા- ખાત્રજ રૂટની બસમાં બોમ્બ મુકી વિસ્ફોટ કર્યો.
આઈએસઆઈ અને એલઈટીએ સર્જેલા ઈન્ડિયન મુજાહિદ્દીનના ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના બે જૂથે હાહાકાર મચાવ્યો હતો
અમદાવાદમાં 2008માં સિરિયલ બ્લાસ્ટ અગાઉ આ જ વર્ષમાં દિલ્હી, બેંગાલુરુ, હૈદ્રાબાદ અને તે પહેલાં વર્ષ 2005, 2007માં વારાણસી ઉપરાંત 2007માં લખનો અને ફૈઝાબાદ બ્લાસ્ટ સહિતના બે ડઝન બોમ્બ બ્લાસ્ટમાં પાકિસ્તાની આઈએસઆઈ અને એલઈટીએ હાહાકાર મચાવ્યો હતો. ખોફનાક કાવતરાં અંતર્ગત ભારતમાં ઈન્ડિયન મુજાહિદ્દીનની રચના કરી દક્ષિણ અને ઉત્તર ભારતના બે અલગ-અલગ જૂથ બનાવાયાં હતાં. આ બન્ને જૂથે આખા ભારતમાં 2005થી 2008 સુધી સિરિયલ બ્લાસ્ટ કરી હાહાકાર મચાવ્યો હતો. વર્ષ 2008માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ પછી દેશભરની પોલીસે સંયુક્ત કામગીરી કરી સ્થાનિક યુવકોને ભડકાવી ફેલાવાતાં આતંક પર ઘણાંખરાં અંશે અંકુશ મેળવ્યો છે. ઈન્ડિયન મુજાહિદ્દીનના બે જૂથમાં મુખ્ય સુત્રધારોને ઝડપી અને ફન્ડિંગની જાળ ધ્વસ્ત કરી પોલીસ અને એજન્સીએ ઉઘાડાં પાડયાં છે.
– ઈન્ડિયન મુજાહિદ્દીનનું દક્ષિણ ભારત જૂથઃ ઈકબાલ ભટકલ, રિયાઝ ભટકલ, યાસીન ભટકલ, મોહસીન ચોધરી, સાદીક, અફઝલ ઉસ્માની, મનસુર અસગર
– ઈન્ડિયન મુજાહિદ્દીનનું ઉત્તર ભારત જૂથઃ આમીર રઝા, ડો. શાહનવાઝ, અબુ રશીદ, બડા સાજીદ, મોહમ્મદ સૈફ, ઝીશાન અહેમદ, આતિફ અમીન, આતિક, સાદીક
[ad_2]
Source link






