[ad_1]

અમદાવાદ,રવિવાર,6
ફેબ્રુ,2022
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર અને
સત્તાધીશોની વિકાસને લઈ એકને ગોળ,બીજાને
ખોળ જેવી નિતી જોવા મળી રહી છે.છેલ્લા પાંચ વર્ષમાં ખારીકટ કેનાલ ઉપરાંત ચંડોળા
અને શાસ્ત્રી તળાવના વિકાસ માટે ૧૦૦ કરોડથી વધુ રકમની બજેટમાં ફાળવણી કરાઈ હતી આમ
છતાં આ ફાળવણી કાગળ ઉપર રહેતા આ વર્ષે રજુ કરવામાં આવેલા ડ્રાફટ બજેટમાં ખારીકટ
કેનાલના વિકાસ માટે ૯૦૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે.પૂર્વ મુખ્યમંત્રી રુપાણી
સરકારે ખારીકટ કેનાલના વિકાસ માટે ૫૨૫.૪૩ કરોડનો ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ મંજુર
કરી સો કરોડની રકમ સરકાર તરફથી ફાળવી હતી.આ રકમ કયાં ખર્ચ કરાઈ એનો તંત્ર કે શાસકો
પાસે કોઈ જવાબ નથી.
સ્માર્ટસિટીના કરવામાં આવી રહેલા મ્યુનિ.તંત્રના અધિકારીઓ અને
સત્તાધીશોના અનેક દાવાઓ છતાં બે દાયકાથી પૂર્વમાં આવેલી ખારીકટકેનાલ ઉપરાંત લાલબહાદુર
શાસ્ત્રી તળાવ કે દક્ષિણ ઝોનમાં આવેલા ચંડોળા તળાવના વિકાસ માટે મ્યુનિ.તંત્ર કે સત્તાધીશો
તરફથી બજેટમાં આપવામાં આવેલા વચન મુજબની કામગીરી હાથ ધરી શકાઈ નથી.અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનના છેલ્લા પાંચ વર્ષમાં મ્યુનિ.સત્તાધીશો દ્વારા મંજુર કરવામાં આવેલા બજેટમાં
ખારીકટ કેનાલનો વિકાસ હોય,કેનાલની સફાઈ
કરવાની બાબત હોય કે પછી કેનાલને સમાંતર બંને તરફના રસ્તાને વિકસાવવાની બાબત હોય.આ તમામ
બાબત માટે ૧૦૦ કરોડથી વધુ રકમની જોગવાઈ કરવામાં આવી હતી.
વર્ષ-૨૦૧૭-૧૮માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રુપાણીની સરકારે
ખારીકટ કેનાલને સમાંતર નરોડાથી એકસપ્રેસ હાઈવે સુધીના ડેવલપમેન્ટ માટે રુપિયા
૫૨૫.૪૩ કરોડના ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટને મંજુરી આપવાની સાથે રાજય સરકાર તરફથી એ
વર્ષમાં કેનાલ ડેવલપમેન્ટની કામગીરી માટે સો કરોડની રકમની ફાળવણી કરી હતી.એ જ
વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ખારીકટ કેનાલના વિકાસ માટે ૨૫ કરોડની
રકમની બજેટમાં જોગવાઈ કરાઈ હોવાનો મ્યુનિ.ના વાર્ષિક અહેવાલમાં ઉલ્લેખ છે.
વર્ષ-૨૦૧૭-૧૮માં પૂર્વમાં આવેલા લાલબહાદુર શાસ્ત્રી તળાવ
અને દક્ષિણ ઝોનમાં આવેલા ચંડોળા તળાવના વિકાસ માટે ૧૫ કરોડની જોગવાઈ મ્યુનિ.દ્વારા
બજેટમાં કરવામાં આવી હતી.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણની મળેલી પ્રતિક્રીયા મુજબ, ચંડોળા તળાવના
વિકાસ માટે હયાત ઝૂપડપટ્ટીનો સર્વે કરી વૈકલ્પિક વ્યવસ્થાને પાત્ર થતા લોકોને
મકાનની ફાળવણી કરી તળાવના વિકાસ અને ઈન્ટરલીંકીંગની કામગીરી માટે રુપિયા ૧૫ કરોડની
ફાળવણી ભાજપના સત્તાધીશોએ જ બજેટમાં કરી હતી તો એ રકમ કયાં ખર્ચ કરવામાં આવી?એનો તંત્ર કે
શાસકો પાસે કોઈ જવાબ નથી.વર્ષ-૨૦૧૮-૧૯માં પણ ચંડોળા તળાવના વિકાસ માટે
મ્યુનિ.તંત્રે પાંચ કરોડની રકમ બજેટમાં ફાળવી હતી.મ્યુનિ.કમિશનરે વર્ષ-૨૦૨૨-૨૩ના
રજુ કરેલાબજેટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ માટે સો કરોડની
રકમ ખર્ચ કરશે.આ ઉપરાંત ૪૦૦ કરોડ રુપિયા વર્લ્ડ બેન્કની લોન તથા ૪૦૦ કરોડ રુપિયા
રાજયના સિંચાઈ વિભાગ તરફથી મળશે એમ મ્યુનિસિપલ કમિશનરે કહ્યુ હતું.
[ad_2]
Source link






