[ad_1]

– ખાણ-ખનીજ ખાતાની મંજૂરી વિના રેતી ભરેલા મનાતા 6 ટ્રક કબ્જે કરી લઈ પોલીસ હેડકવાર્ટરમાં મૂકી દેવાયા
જામનગર, 06
જામનગર નજીક જોડીયા પંથકમાંથી ખાણ ખનીજ ખાતા ની મંજૂરી વગર ગેરકાયદે રીતે રેતીની મોટા પાયે ચોરી થતી હોવાની માહિતીના આધારે ગઈકાલે જાંબુડા પાટીયા રોડ પર ખાણ ખનીજ વિભાગની ટુકડીએ દરોડા પાડી ગેરકાયદે રેતી ભરેલા 6 ટ્રક કબજે કરી લીધા છે, અને જામનગરના પોલીસ હેડકવાર્ટરમાં મુકાયા છે. જે તમામની પાવતી સહિત ખરાઇ કરવામાં આવી રહી છે.
જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં મોટા પાયે રેતીની ચોરી થતી હોવાની માહિતી મળી હતી, અને મંજૂરી વિના કેટલાક ટ્રકચાલકો દરિયાઇ વિસ્તારમાંથી રેતીની ચોરી કરી લઈ જતા હોવાની ફરિયાદો ઉઠયા પછી ગઈકાલે જામનગર ના ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની ટુકડીએ જામનગર- જાંબુડા હાઈવે રોડ પર ચેકિંગ હાથ ધર્યુ હતું.જેમાં ઓવરલોડ રીતે રેતી ભરેલા 6 ટ્રક મળી આવ્યા હતા.
જે તમામ ટ્રક્ચલકોને અટકાવીને તેઓની પાવતી વગેરેની ચકાસણી કરાતાં મંજૂરી વિના રેતી નો જથ્થો ઓવરલોડ ભરીને જોડિયા પંથકમાં થી જામનગર તરફ લઈ જવામાં આવતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી ખાણ ખનીજ વિભાગની ટુકડીએ તમામ ટ્રક કબજે કરી લીધા છે, અને જામનગરના પોલીસ હેડક્વાર્ટર માં મૂકી દીધા છે, અને જેનો રિપોર્ટ તૈયાર કરીને જામનગરની જિલ્લા કલેકટર કચેરી સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીને લઇને રેતી ચોરોમાં ફફડાટ મચી ગયો છે.
[ad_2]
Source link






